Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સોમવારે નવાગામમાં સમસ્ત તળપદા કોળી સમાજના સમુહલગ્ન : મહારકતદાન કેમ્પ

૨૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં દીકરીઓને ૧૦૦થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટઃ તા.૧૭, શહેરની બાજુમાં આવેલ આણંદપર (નવાગામ) મુકામે સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તળપદા કોળી સમાજના આઠમાં સમુહલગ્નનું આયોજન તા.૨૦ને સોમવારના સવારે ૬ કલાકે બપોરના ૨ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. આ સમુહલગ્ન સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ સામે, ધારવાળી ખોડીયાર મંદીરથી આગળ દિવેલીયાપરા રાજકોટ-અમદાવાદ હાઇવે આણંદપર (નવાગામ) તા.જી. રાજકોટ મુકામે યોજાશે. સમુહલગ્ન સાથે એક મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સમુહલગ્નમાં ૨૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દિકીરીઓને ૧૦૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં  આવશે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, શામજીભાઇ ચૌહાણ અને ઋત્વીક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખશ્રી ધીરુભાઇ હાંડા, ઉપપ્રમુખશ્રી  નારણભાઇ સોલંકી, ટ્રસ્ટીઓ શ્રી ધીરૂભાઇ જેસાણી, શ્રી જીતેશભાઇ માલકીયા, શ્રી હસમુખભાઇ સરીયા, શ્રી ગોરધનભાઇ ખમસાણી,શ્રી રાજેશભાઇ જાપડીયા, શ્રી વિજયભાઇ સોલંકી, શ્રી દિનેશભાઇ અજાડીયા, શ્રી અરજણભાઇ સરવૈયા, શ્રી દિનેશભાઇ હાંડા, શ્રી દેવશીભાઇ સોલંકી, શ્રી પાંચાભાઇ ડાભી, શ્રી ભુપતભાઇ ભલગામડીયા, શ્રી ભાવેશભાઇ મકવાણા, શ્રી દેવજીભાઇ માલકીયા જહેમત ઉઠાવી રહયા છે. વધુ વિગતો માટે મો.૯૯૭૯૫ ૮૫૨૦૧ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)