Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કાલે ન્યુ રેસકોર્સ ખાતે એર શો

રાજયકક્ષાના પ્રજાસતાકપર્વની ઉજવણી અતંર્ગત : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન અનેક કરતબો કેપ્ટન ચાંદની મહેતા અને ટીમ અવકાશી સફરનો રોમાંચક અનુભવ કરાવશે

રાજકોટ તા. ૧૭ : રાજકોટ જિલ્લા ખાતે વર્ષ ર૦ર૦ના પ્રજાસતાક દિનની ઉજવણીમાં ભવ્ય આયોજન માટે સમગ્ર શહેર અને જિલ્લા ઉત્સાહિત છે. ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે તા. ૧૮ જાન્યુ ર૦ર૦ને શનિવારા ન્યુ રેસકોર્સ ખાતે અત્યંત રોમાંચકારી એર-શો (એરો સ્પોર્ટસ) ના આયોજનથી આ પ્રજાસતાક દિનની ઉજવણીની શરૂઆત થનાર છે.

ગુજસેઇલ અને રાજકોટ જિલ્લા પ્રસાશનનાં સંયુકત ઉપક્રમે યોજાનાર આ એર શોના આયોજન માટે ન્યુ રેસકોર્સ અટલ સરોવરની બાજુમાં આશરે એક લાખ ચોરસ મીટરની જગ્યામાં અનેકવિધ અવકાશીકરતબોનું પ્રદર્શન નિષ્ણંતો દ્વારા કરવામાં આવશે. પ્રેક્ષકોના રૂવાળા ઉભા કરી દે તેવા પેરામોટરીંગ, પેરા રોઇલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર મેનુવરે બિલીટી, ફલાય પાસ, હોટ, એર બલુન વગેરે જેવી અનેક સાહસીક અવકાશી કરતબોનું  લાઇવ નિદર્શન કરવામાં આવશે.

અથેર સોલ્યુશન એન્ડ સર્વિસિઝના કેપ્ટન ચાંદનીમહેતા અને ટીમ દ્વારા રાજકોટવાસીઓને અવકાશી રોમાંચક સફરનો અનુભવ કરાવવામાંં આવશે ઉપસ્થિત જનતામાંથી પસંદગી પામેલ યુવાનોને પણ  અમુક કરતબોનો અનુભવ કરાવવામાં આવશે.

તા. ૧૮ જાન્યુ.ર૦ર૦ને શનિવારના બપોરે ૩ કલાકથી શરૂ થનાર એર શો (એરો સ્પોર્ટસ)નું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવશે. તેમ જુદા-જુદા ક્ષેત્રનાં રાજકિય, સામાજિક, શૈક્ષણિક, તબીબી તેમજ ઉદ્યોગજગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતેના આ એર શોનાં આયોજનનું સંકલન જીનીયસ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. રાજકોટની જનતા અને ખાસ કરીને વિદ્યાર્થી ભાઇ-બહેનોને આ નિઃશુલ્ક એર શોમાં ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લા પ્રશાસન, રાજકોટ મહાનગર પાલીકા, ગુજસેઇલ, અથેર સોલ્યુશન તેમજ જીનીયસ ગ્રુપ દ્વારા આ એર શોને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવવામાં આવી છે.

(3:51 pm IST)