Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર- સન્યાસ ઉત્સવ

૧૯ જાન્યુ.એ ઓશો નિર્વાણ દિવસ : ધ્યાન- ભકિત- ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસરઃ નામ નોંધણી શરૂ

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદ્દગુરૂ ઓશોનું સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમારા ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન- કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષો થી ૨૪ કલાક ખુલ્લું રહેતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર આયોજન કરવામાં આવે છે.

આગામી તા.૧૯ જાન્યુ. રવિવારના રોજ ઓશોના ૩૦મા નિર્વાણ દિવસ નિમિતે (આ દિવસ ને ઓશો વર્લ્ડ મેગેઝીન દ્વારા સેલીબ્રેશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.) ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્ય પ્રકાશે બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશોની અંતીમ યાત્રાની દુર્લભ વિડીયો સી.ડી. દર્શાવવામાં આવશે. સંધ્યા ધ્યાન, ઓશો કિર્તન, સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી મીસ્ત્રી નિતીનભાઈનું વિશેષ પ્રવચન, કાર્યક્રમનું સંચાલન પૂવીદીદી કરશે. શિબિરનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. શિબિર બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે.

ખાસ નોંધઃ શિબિરમાં સહભાગીતા માટે સાધકે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે. જે એસ.એમ.એસ.થી કરાવી લેવી.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:49 pm IST)