Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મનપાનુ બજેટ ૨૭ થી ૩૦મી સુધીમાં: ફાટક મુકિત માટે ૨૫૦ કરોડ

અંડરબ્રિજ અને ઓવરબ્રિજ માટે આગામી વર્ષમાં યોજનાઃ રાજય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોઇ બજેટની તૈયારીઓને અસરઃ ગત વર્ષે ર૦૧૯-ર૦ ના ર૦.૪૦ અબજના બજેટની ૭૦ ટકા યોજનાઓ

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશનનું નવા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નું નવુ બજેટ તથા હાલનું ૨૦૧૯-૨૦નું રિવાઇઝડ બજેટ આગામી તા. ૨૭થી ૩૦ જાન્યુઆરી સુધીમાં સ્ટેન્ડીંગ કમિટિને મ્યુ. કમિશ્નર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શકયતાઓ છે. આ નવા બજેટમાં ફાટકમુકત શહેર માટે ૨૫૦ કરોડ જેટલી જોગવાઇ સહિતની નાની-મોટી યોજનાઓનો સમાવેશ થશે. ઉપરાંત ચૂંટણીનું વર્ષ હોઇ કરબોજ વગરનું હળવુ બજેટ રાખવામાં આવે તેવી શકયતાઓ છે.

જાન્યુઆરીથી ૩૦ તારીખ અગાઉ વહીવટી પાંખે બજેટ તૈયાર કરીને રાજકિય પાંખને આપી દેવુ પડેએ હીસાબને લઇ હાલ તુરંત બજેટ માટે કોર્પોેરેશનની તમામ શાખાઓ પાસેથી આવનારા વર્ષથી તેમની જરૂરિયાતો તેમજ ચાલુ નાણાકિય વર્ષનાં ચર્ચાઓના અહેવાલો મંગાવી અને હવે બજેટ બનાવવાનું શરૂ કરી દેવાયુ છે. જોકે ૨૬મી જાન્યુઆરીની ઉજવણીને કારણે બજેટની તૈયારીમાં થોડી અસર પડી છે પરંતુ આમ છતાં ૨૭થી ૩૦ જાન્યુઆરી વચ્ચે બજેટ તૈયાર કરીને રાજકીય પાંખને આપી દેવા અધિકારીઓ કટીબધ્ધ છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ રિવાઇઝડ અને નવા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નુ નવુ બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

નવા વર્ષના બજેટમાં સંભવત શહેરમાં ભેળવાયેલા નવા વિસ્તારો-માધાપર, મુંજકા,મોટામવા, ઘંટેશ્વર વગેરે ગામોની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાની યોજનાઓ ઉપરાંત શહેરમાં આરોગ્યલક્ષી અને ટ્રાફિક સમસ્યા દુર કરતી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતાઓ છે.

આ ઉપરાંત રાજકોટને ફાટકમુકત બનાવવા માટે અન્ડરબ્રીજ - ઓવરબ્રીજ બનાવવા ૨૫૦ કરોડની વધુની ખાસ જોગવાઇ બજેટમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત પર્યાવર શુધ્ધી ઉર્જાબચત, આજી ઉપર ફ્રન્ટ વિલપમેન્ટ, ન્યુ.રેસકોર્ષ (અટલ સરોવર), રૈયા સ્માર્ટ સીટી, નવા બગીચાઓ, નવા કોમ્યુનિટી હોલ. વગેરે જેવી નાની મોટી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાય કોઇ શકયતાઓ.

આમ એકંદરે ૨૦૨૦-૨૧નુ બજેટ ચુંટણીલક્ષી અને કરબોજા વગરનુ હળવુ ફુલ રહેવાની શકયતાઓ વધારે છે.

(3:33 pm IST)