Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૨૫મીએ લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું ખાતમુહૂર્ત કરશે વિજયભાઇ

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૬૦૦ કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ - લોકાર્પણ : હાલના નાલાની જગ્યાએ મોટો અન્ડરબ્રીજ બનવાથી ટ્રાફિક સમસ્યા હળવી થશે : બ્રીજ નિર્માણ માટે રેલવેને ૨૪.૯૧ કરોડ આપી દેવાયા : ૨૪મીએ ન્યારી ડેમે નવા બગીચાનું નિતીનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ

રાજકોટ તા. ૧૭ : આગામી ૨૬મી જાન્યુઆરીએ રાજકોટમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક મહોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે શહેરના મહત્વાકાંક્ષી પ્રોજેકટ લક્ષ્મીનગર અન્ડરબ્રીજના ખાતમુહૂર્ત સહિત મ્યુ. કોર્પોરેશન અને રૂડાના મળી ૬૦૦ કરોડના વિકાસકામોનાં ખાતમુહૂર્ત તથા લોકાર્પણો થનાર છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તેના ભાગરૂપે જુદી જુદી જગ્યાએ ઓવર - અન્ડર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે હવે નાનામવા અને ટાગોર માર્ગને જોડતા લક્ષ્મીનગર નાલુ વોટર વે તરીકે જે તે વખતે બનાવવામાં આવેલ. હાલમાં, આ નાલા નીચે ફકત સ્કુટર અને કાર આવન-જાવન માટે ઉપયોગ થતો નાનામવા રોડ પરનો વિસ્તાર ખુબજ વિકસિત પામેલ છે. જેથી લક્ષ્મીનગર નાલા નીચે આવન - જાવન માટે ખુબજ મુશ્કેલી પડતી અને ટ્રાફિકની સમસ્યા ઉદભવતી જેથી લક્ષ્મીનગર નાલાની જગ્યાએ ફોર લેઇન અન્ડરબ્રીજ બનાવવામાં માટે રાજકોટ મહાનગર પાલિકાએ રેલ્વે વિભાગને ડીપોઝીટ વર્ક પેટે રૂ. ર૪.૯૧ કરોડ આજરોજ જમા કરાવેલ છે. આ અન્ડરબ્રીજ બનાવવા માટે રેલ્વે વિભાગ દ્વારા ટેન્ડર પણ પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ૨૪મી જાન્યુઆરીએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનાં હસ્તે ન્યારી ડેમ ખાતે બનાવાયેલ સુંદર બગીચાનું લોકાર્પણ કરાશે. આજ દિવસે ૭ કરોડનાં સ્વીપર મશીન સહિતના સાધનોનું પણ લોકાર્પણ થશે.

(3:30 pm IST)