Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મગજના લોહીની નળીઓની બિમારી અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કરતા ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણી

અનિયમિત જીવનશૈલીથી બ્રેઈન સ્ટ્રોક જીવલેણ બિમારી વ્યાપક બની : બ્રેઈન સ્ટ્રોક - હેમરેજ - મોરલી સહિતની સ્ટર્લીંગ હોસ્પિટલમાં આધુનિક સારવાર ઉપલબ્ધ

રાજકોટ : સ્ટર્લીંગ હોસ્પિટલના જાણીતા ન્યુરોસર્જન ડો.ગૌરાંગ વાઘાણી ન્યુરોની આધુનિક સર્જરીની વિગત 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ વર્ણવતા નજરે પડે છે. બાજુમાં ડો.અલ્પેશ મોરઝરીયા, પરેશ ચગ અને ઉદય વેગડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ : આજની ભાગદોડભરી જીંદગીમાં માનવીની જીવનશૈલી પણ ઝડપી બની છે. કસરત, યોગ, પ્રાણાયામ ઓછા અને ફાસ્ટ ફૂડ, તનાવ વધી રહ્યા છે. અનિયમિત જીવનશૈલીને કારણે બ્રેઈન સ્ટ્રોકની બિમારી વ્યાપક બની રહી છે.

ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવેલ કે, મનુષ્ય જાતને અવાર નવાર નવી બિમારી ઓનો સામનો કરવો પડે છે તો આ બિમારીની સારવાર માટે નવી નવી પદ્ઘતિઓ શોધી ને તેની સારવાર કરવાની શકિત કે આવડત પણ આપે છે. ન્યુરો એન્ડોવાસ્કયુલર પદ્ઘતિ એ મગજની લોહીની નળીઓની બીમારીની સારવાર માટેની સૌથી અત્યાધુનિક પદ્ઘતિ છે. જેમાં તાર અને સુક્ષ્મ નળી દ્વારા સારવાર કરવામાં આવે છે.

ડો.વાઘાણીએ વધુમાં જણાવેલ કે આ પદ્ઘતિ દ્વારા બ્રેઈન સ્ટ્રોક (પેરાલિસીસનો હુમલો) માટે મિકેનીકલ થ્રોમ્બેકટોમીથી લોહીની નળીમાં જામેલ લોહીનો ગઠ્ઠો દૂર કરવામાં આવે છે. લોહીની નળીની મોરલી(એન્યુરીસમ) માટે કોઈલીંગની પદ્ઘતિ દ્વારા સુક્ષ્મ સ્પ્રીંગ મોરલીમાં બેસાડી તેનો રસ્તો બંધ કરવામાં આવે છે. લોહીની નળીનું ગુંચળું (AV Malformation) માટે એમ્બોલઈઝેશનની પદ્ઘતિથી ગુંચળામાં વિવિધ ઘનતાના પ્રવાહીના ઇંજેકસન આપીને લોહીનો પ્રવાહ રોકવામાં આવે છે અને ગળાની ધોરી નસના બ્લોક (કેરોટીડ સ્ટેનોસિસ) માટે સ્ટેન્ટીંગ એટલે કે સ્ટેન્ટ મૂકીને ગળાની ધોરી નસનું બ્લોકેજ ખોલવામાં આવે છે.

ડો.વાઘાણીએ વધુમાં જણાવેલ કે આ પદ્ઘતિ કોઈપણ જાતના ચેકા કે મગજ ખોલ્યા વગર થતી સારવાર છે. જેમાં ઓછા રકત સ્ત્રાવ સાથે ખુબજ ઝડપી રિકવરી થાય છે અને દર્દીના હોસ્પિટલમાં રોકાણનો સમય ગાળો ઘટી જાય છે.

બ્રેઈન સ્ટ્રોક એટલે કે પક્ષઘાત એ જીવલેણ બીમારી છે. જે અનિયમિત લાઈફસ્ટાઇલને લીધે ખુબ જ વ્યાપક બનતી જાય છે. પક્ષઘાતમાં મગજની લોહી પહોંચાડતી નળીઓ બ્લોક (બંધ) થવાથી મગજને પુરતું લોહી મળતું નથી જેના લીધે હાથ-પગ કામ ના કરવા, ચેહરો ત્રાંસો થવો, બોલવામાં તકલીફ થવી, જો મોટો હુમલો હોઈ તો દર્દી બેભાન થઈ કોમામાં સરી પડે છે અને જો યોગ્ય સારવાર સમયસર ના મળે તો જીવન ભર માટે અપંગ થઈ જાય છે. આ બીમારીની સારવારની અત્યાધુનિક પદ્ઘતિ દ્વારા લોહીનો ગઠ્ઠો દૂર કરવામાં માટે મીકેનીકલ થ્રોમ્બેકટોમી નામની સારવાર પદ્ઘતિ છે. જેમાં એક બારીક તાર અને સ્ટેન્ટ રીટ્રાયવર દ્વારા લોહીનો ગઠ્ઠો કાઢીને લોહીનો પ્રવાહ પૂર્વવત કરી શકાય છે. અને આ પદ્ઘતિ દ્વારા દર્દીના મગજને થતું ડેમેજ રોકી શકાય છે અને તેના લક્ષણોની ખુબજ ઝડપથી રિકવરી શકય બને છે. આ સારવાર પદ્ઘતિ સામાન્ય રીતે પક્ષઘાતના પ્રથમ લક્ષણથી ૬ કલાકની સમય મર્યાદામાં શકય છે અને અમુક કિસ્સામાં ૨૪ કલાક સુધી આ પદ્ઘતિની સારવાર શકય હોય છે.

ડો. ગૌરાંગ વાઘાણીએ વધુમાં જણાવેલ કે મગજની લોહીની નળીની મોરલી (એટલે કે એન્યુરીઝમ) એવી બિમારી છે. કે જેમાં મોરલી ફાટવાથી હેમરેજ થાય છે. આ હેમરેજ જીવલેણ હોય છે. દર્દીને માથામાં દુઃખાવો થવાથી માંડીને હાથ પગમાં નબળાઈ/ ખેંચ આવવી/કે દર્દી બેભાન થઈ જાય છે. આ બિમારી ની સારવાર ઓપરેશન દ્વારા (કલીપીંગ) કે એન્ડોવાસ્કયુલર પદ્ઘતિ (કોઈલીંગ) દ્વારા શકય છે. જેમાં કોઈલીંગની પદ્ઘતિ વડે મોરલીમાં સ્પ્રીંગ બેસાડવામાં આવે છે. અને મોરલીનો લોહીનો પ્રવાહ રોકવામાં આવે છે. જેથી હેમરેજ થતુ નથી. આ પદ્ઘતિ વડે દર્દી ખુબજ ઝડપથી સાજો થાય છે. તેમજ હોસ્પિટલનું રોકાણ ખુબજ ઓછું હોય છે. તેમજ ચેકા અને ઓપરેશનને લગતા જોખમો ઘટી જાય છે. તેમજ દર્દીને ખોડખાપણ રહેવાના જોખમો આ પદ્ઘતિમાં ખુબજ ઓછા હોય છે.

ડો. ગૌરાંગ વાઘાણી કે જે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના વડા છે, એ રાજકોટના એકમાત્ર ન્યુરો સર્જન છે, જેમણે વિશ્વ વિખ્યાત AIIMS New Delhiમાંથી ન્યુરો સર્જરીનું પ્રશિક્ષણ મેળવેલ છે. તેમજ એન્ડોવાસ્કયુલર ન્યુરો સર્જરીની ફેલોશીપ સાઉથ કોરીયા તથા દિલ્હીની મેકસ હોસ્પિટલ ખાતેથી મેળવેલ છે. તેઓ મગજ તથા કરોડરજ્જુ ની દરેક બીમારીના ઓપરેશનના નિષ્ણાત છે. છેલ્લા ૬ વર્ષમાં રાજકોટમાં ૩૦૦૦ થી વધારે મગજ તથા કરોડરજ્જુના સફળ ઓપરેશન કરેલ છે.

(1:05 pm IST)