Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જીઇબીમાં બદલી - બઢતીનો દોર : સંખ્યાબંધ ઇજનેરો બદલાયા : જેટકોના સેક્રેટરી સાવલીયા એકઝી. ઇજનેર બન્યા

રાજકોટ તા. ૧૭ : જીઇબીમાં બઢતી - બદલીની મોસમ ખીલી છે. સંખ્યાબંધ ઇજનેરોની બદલી - બઢતી થયાનું જાણવા મળે છે.

જેમાં આર.બી.સાવલીયા જનરલ સેક્રેટરી જેટકો જીબીયાને રાજકોટ ટ્રાન્મીશન ડીવીઝન ખાતે કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળી છે. આ ઉપરાંત એન.એન.ભટ્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર ગોંડલને રાજકોટ ખાતે ઝોનલ કચેરીમાં વિશેષ મુખ્ય ઇજનેર તરીકે રાજકોટના કાર્યપાલક ઇજનેર એસ જી કાંજીયા સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર તરીકે જામનગર, જામનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર એસ વી સેલાણી ગોંડલ ખાતે વિનંતીથી બદલી પામ્યા છે.

જ્યારે કન્સટ્રકશન ડીવીઝન કાર્યપાલક ઇજનેરને બઢતી સાથે સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર તરીકે વડોદરા કોર્પોરેટ ઓફીસમાં, ૪૦૦ કેવી માનસરના કાર્યપાલક ઇજનેર એમ કે ચીખલીયા વિનંતીથી બદલી રાજકોટ કંન્સટ્રકશન ડીવીઝનમાં, અમરેલીના એન કે સોલંકી સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર વિનંતીથી વડોદરા કોર્પોરેટ કચેરીમાં જુનાગઢના મકવાણા બઢતી સાથે સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર તરીકે અમરેલી મુકાયા છે.

આ ઉપરાંત ડે.ઇજનેરો આર.બી.સાવલીયા, ડી.એમ.વાઘેલા, ડી.જી.હરીયાણી, આર.એસ.લાડાણી, એમ.આર.પટેલ, આર.બી.ઝાલા, કે.એચ.પટેલની પણ બદલી થયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(11:32 am IST)