Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

નરસી પટોડીયાને ખોડલધામના રાજકોટના શહેર સહકન્વીનરપદેથી તુર્તમાં હટાવી દેવાશે?

દેખો ઓ દિવાનો તૂમ યે કામ ન કરો...ખોડલધામ ટ્રસ્ટ કા નામ બદનામ ના કરોની ચર્ચા...!!

રાજકોટ તા. ૧૭ :.. ગઇકાલે ભાજપની ઓપરેશન પેટા ચૂંટણીના પડઘા વોર્ડ નં. ૧૩ સહિત આખા રાજકોટમાં પડયા છે. કોંગ્રેસના ઉમેદવાર નરસીભાઇ પટોડીયા ખોડલધામ ટ્રસ્ટનાં રાજકોટ શહેરના સહ કન્વીનર હતાં. સંગઠનનું કામ કરતા હતા ત્યારે ગઇકાલની ઘટનાના અમુક બાબતે વિપરીત પડઘા પડયા છે. પાટીદાર સમાજમાં છાનાખુણે ભારે ચર્ચા છે. અને સંભવત તૂર્તમાં બેઠક મળે ત્યારે તેમને સહકન્વીનરપદેથી હટાવાશે.

ગઇકાલે કોંગી ઉમેદવાર નરસીભાઇ પટોડીયાએ ઓચિંતુ રાજીનામુ આપી ને ભાજપમાં પ્રવેશ કરતા જ  એક મોટા વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

આજે ચોકકસ સંગઠનના આગેવાનો અનૌપચારીક રીતે મળી રહ્યાની ચર્ચા છે અને તેમાં આ મુદે જ ચર્ચાય તેમ મનાય છે. પરંતુ સત્તાવાર રીતે કોઇ વિગતો જાણવા મળતી નથી.

ચોકકસ પાટીદાર યુવાનો મોબાઇલ પર ત્થા ચર્ચા દરમ્યાન એક એવો મુદો ચર્ચી રહ્યા છે કે 'દેખો આ દિવાનો તુમ યે કામ ના કરો ખોડલધામ ટ્રસ્ટ કા નામ બદનામ ના કરો.'

વોર્ડ નં. ૧૩ ત્થા શહેરના ચોકકસ પાટીદાર વર્ગમાં આજે મુખ્ય ચર્ચા નરશીભાઇ પટોડીયાના પક્ષ પલ્ટા અને ઉમેદવારી પાછી ખેંચવાની રહી છે.

વોર્ડ નં. ૧૩ ના જ અમુક ભાજપના પાટીદાર આગેવાનો ત્થા ખોડલધામ ટ્રસ્ટના સક્રિય કાર્યકરોમં થોડી નારાજગી દર્શાવાઇ રહી છે.

ચર્ચાતી વિગતો મુજબ આ પ્રશ્ને સમાજના ચોકકસ આગેવાનોની આજે ચોકકસ સ્થળે બેઠક મળશે જેમાં આ મુદ્ે શુ કરવુ તે અંગે ચર્ચા થઇ શકે છે.

(4:07 pm IST)
  • મુંબઈમાં ડાન્સ બાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો : રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે ડાન્સ બાર : વિવિધ શરતો સાથે ડાન્સ બાર ખોલવા સુપ્રીમ કોર્ટની મંજૂરી :બારમાં ડાન્સરોને ટીપ આપી શકાશે, નોટો ઉડાવવા પર પ્રતિબંધ :ડાન્સ બારની અંદર CCTV પણ નહી લગાવી શકાય : સુપ્રીમ કોર્ટનો આદેશ access_time 1:34 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહને સ્વાઈન ફલૂ થયો : દિલ્હી સ્થિત એઇમ્સમાં દાઝલ કરાયા : શ્રી શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુદ જણાવ્યું : એઇમ્સના વરિષ્ઠ ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં ચાલી રહી છે અમિતભાઈની સારવાર access_time 10:04 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST