Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સર્વોદયમાં પ્રતિભા સન્માન

સર્વોદય સ્કૂલમાં ગત વર્ષ ૨૦૧૭-૧૮માં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી હતી તેવા વિદ્યાર્થીઓની પ્રતિભાને સન્માનિત કરવા સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે જ્યોતિર્ધર કાર્યક્રમ યોજાયો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કમલેશભાઈ ત્રિવેદીએ કર્યુ હતું. સંસ્થાના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરાએ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. કાર્યક્રમમાં ક્રિષ્નલીલા, મધુરાષ્ટકમ, ગાંધીજી જીવનચરીત્ર, યોગ ડાન્સ, ગુજરાતી ગરબો, અઠીંગો રાસ, તુજે ભુલા દીયા, સ્પોર્ટસ ડાન્સ, કાનુડો કાનુડો, કંધો કે કંધે મિલતે હૈ, શિવ શકિત વંદના વગેરે જેવી કૃતિઓ રજુ કરાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન દેવશીભાઈ મોઢવાડિયાએ કર્યુ હતું.

(4:06 pm IST)