Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભારત મેરી શાન હૈ... યુવા ગાયક પૂનમ ગોંડલીયાનું આવતીકાલે યુ ટ્યુબ ઉપર ગીત લોન્ચ

રાજકોટ : સંગીતની દુનિયામાં નાની ઉંમરે મોટુ નામ કમાનાર સુપ્રસિદ્ધ ગાયક એવા પૂનમબેન ગોંડલીયા આવતીકાલે 'ભારત મેરી શાન હૈ' શિર્ષક હેઠળ દેશભકિતનું ગીત યુ ટ્યુબ ઉપર લોન્ચ કરનાર છે. આ ગીત યુવાઓને પ્રોત્સાહિત કરશે. પૂનમબેનનું દેશભકિત ઉપરનું આ ગીત સવારે ૧૦ વાગ્યે યુ ટ્યુબ ઉપર ચેનલ સ્ટુડિયો ખાતે લોન્ચ કરવામાં આવશે. પૂનમબેને જણાવેલ કે આ ગીતનું શુટીંગ સોમનાથ નજીક આવેલ કીડીવાવ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે કરાયુ છે. આ ગીતના ડાયરેકટર રામ ગોંડલીયા, પ્રોડ્યુસર દયારામ ગોંડલીયા, સંગીત રવિ રાહુલ, કેમેરા ડીઓપી હિતેશ દેલદાર અને પરેશ પટેલના છે. યુ ટ્યુબ ઉપર સ્ટુડિયો જય સોમનાથ સર્ચ કરવાથી આ દેશભકિતનું ગીત તેમજ પૂનમબેન ગોંડલીયાના અનેક ધાર્મિક ગીતો નિહાળી શકાશે. વધુ વિગતો માટે રામ ગોંડલીયા (મો.૭૬૯૮૦ ૦૦૦૬૦) ઉપર સંપર્ક કરી શકાય છે. (૩૭.૧૪)

(4:06 pm IST)