Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કેલેન્ડર 'ધ આર્ટ'નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

વિશ્વકર્મા વિશ્વ સહિયર દ્વારા દીપોત્સવી પર્વ નિમિતે યોજાયેલ વોટસએટ આધારીત ઘર રંગોળી સ્પર્ધામાં આવેલ રંગોળી પૈકીની વિજેતા રંગોળીના કલાકાર અને તેની રંગોળી પ્રદર્શીત કરતા કેલેન્ડર 'ધ આર્ટ' ૨૦૧૯ના કેલેન્ડરનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના હસ્તે તેમના નિવાસ સ્થાને કરવામાં આવ્યુ હતુ. વિશ્વકર્મા વિશ્વના તંત્રી પ્રવીણ ગજ્જર પણ વિમોચનમાં સાથે જોડાયા હતા. આ વિમોચન સમયે ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, મેયર બીનાબેન આચાર્ય, કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની, પો.કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પો.કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:01 pm IST)