Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

તાલુકા યુવા ભાજપ દ્વારા યુવા દિનની ઉજવણી

સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ વિશ્વ યુવા દિવસ રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા યોજવામાં આવેલ. તાલુકાના કુવાડવા ગામે સ્વામિ વિવેકાનંદના ફોટાને ફૂલહાર કરી સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી. તાલુકા યુવા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સેગલીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યોમાં કુવાડવા ગામના સરપંચ સંજયભાઇ પીપળીયા, પ્રદેશ કા. સદસ્ય સતીશભાઇ શિંગાળા, યુવા મોરચાના ઉપપ્રમુખ રીતેશ પરસાણા, મયંક મણવર, આકાશ રવિયા, દિવ્યેશ રામાણી, મંત્રી વિમલ ખંડવી, રવિ વાડોલીયા, દિપક બાહુકીયા સહિતના યુવા મોરચાના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

(3:53 pm IST)