Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ધોળકિયા હાઇસ્કૂલ દ્વારા ચાઇનીસ દોરા ન વાપરવા પ્રતિજ્ઞા

રાજકોટઃ ગુજરાત  સરકાર દ્વારા પ્રેરિત કરૂણા અભિયાન-૨૦૧૯ તથા માતુશ્રી એલ.જી. ધોળકિયા હાઇસ્કૂલના સંયુકત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મકરસંક્રાંતિના ત્યોહાર નિમિતે ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટીક કે કાચના માંજાવાળી દોરીઓનો ઉપયોગ ન કરવા શાળાના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધેલ હતી. આ ચાઇનીઝ માંજાથી ઘવાયેલા એકપણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તેવું સંવેદનશીલ પગલું વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધેલ હતી. ઉપરાંત રાત્રિ દરમિયાન તુક્કલનો ઉપયોગ પણ ન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. આ પ્રતિજ્ઞા માટે શાળાના વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકિયા તથા કૃષ્ણકાંતભાઇ ધોળકિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

(3:52 pm IST)