Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

તામીલનાડુના મુળ સૌરાષ્ટ્રીયનનું સંમેલન

રાજકોટ : મદુરાઇ અને તામીલનાડુના વિવિધ વિસ્તારોમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાયનો વિરાટ કાર્યક્રમ મદુરાઇ ખાતે આયોજીત થયો. સૌરાષ્ટ્રીયન સમુદાયના સંત નદનગોપાલ નાયકી ની ૧૭૫ મી જન્મજયંતી નિમીતેઆયોજીત કાર્યક્રમમાં ૧૦ હજારથી વધારે સૌરાષ્ટ્રીયન સમુદાયના ભાઇ-બહેનોએ હાજરી આપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતી અને સમુદાય સાથે સંકલનની જવાબદારી વહન કરતા ડો. કમલેશ જોશીપુરાના મુખ્ય મહેમાન પદે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાતના સ્વામીનારાયણ સંત શ્રી ભાનુપ્રકાશજી (પોરબંંદર) અને શ્રી નિલેપસ્વામી (આણંદ) તેમજ સુવિખ્યાત રંગનાથ સ્વામી મઠના રામાનુજાચાર્ય પંથના શ્રી જીયરસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તામીલનાડુના વિવિધ વિસ્તારોમાંથી ટોચના સનદી અધિકારીઓથી લઇ અને કલાવિદે, શિક્ષણશાસ્ત્રીઓ,  સિનેજગતના અભીનેતા, લેખકો, સાહિત્યકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની  ઉપસ્થિતી સાથેના આ પ્રભાવી કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન સમુદાય દ્વારા ગુજરાત સાથેના અતુટ નાતા માટે પુનરોચ્ચાર કરવાની સાથે નિયમીત સ્વરૂપે સર્વક્ષેત્રીય આદાનપ્રદાનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી સર્વનન તેમજ કાર્યક્રમના મુખ્ય સંયોજક શ્રી રામાસુબ્રમણ્યમે અને ટીમે ગુજરાતથી આવેલા સવે ર્ મહાનુભાવોનુ ં ભાવપૂર્ણ સ્વાગત કર્યુ હતું. સ્વામીનારાયણ સંતો શ્રી ભાનુપ્રકાશજી અને નિલેપ સ્વામીએ મદુરાઇ ખાતે CBSC સ્ટાન્ડર્ડ સાથે વિશાળ શાળાકીય સંકુલ નિર્માણ કરવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો.

પ્રથમ એટલે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, વાયબ્રન્ટ ગુજરાત દરમ્યાન સવિશેષ રીતે સુર્ય ઉર્જા તેમજ વૈકલ્પિક ઉર્જા સહીતના અનેક ક્ષેત્રોમાંસમજુની કરાર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વિન્ડ ફાર્મ પ્રસ્થાપિત કરશે. બીજું એટલે કે સમગ્ર૨૦૧૯ ના વર્ષ દરમ્યાન પાંચા હજાર જેટલા સૌરાષ્ટ્રીયન સમુદાયના ભાઇ-બહેનો વિવિધ તબક્કે સોમનાથની યાત્રાએ આવશે, ત્રીજુ એટલે ૨૦૧૯ ના વર્ષ દરમ્યાન પુરાતત્વવિદો અને ઇતિહાસવિદોનેએકત્રકરી અને સૌરાષ્ટ્રીયન સમુદાયના સામુહીક સ્થળાંતર સંદર્ભે દસ્તાવેજીકરણ કરવું. આ ઉપરાંત યુનિવર્સિટીમાં નિયમીત સ્વરૂપે શૈક્ષણિક આદાનપ્રદાન અને એન.આર.જી. ફાઉન્ડેશનનું સભ્યપદ સહીતના અગત્યના નિર્ણય લેેવાયા હતા. મુખ્ય સંયોજક ટી.આર. પ્રકાશકુમાર, આનંદબાબુ, પ્રેમકુમાર, વિજયકુમાર, શ્રીનિવાસજી, વિજય રંગન તેમજ શ્રી કે.કે.વી. સહીતના અગ્રણીઓએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

તામીલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાયના વાર્ષિક ઉત્સવ- શ્રી નંદનગોપાલ નાગકી જયંતિ ના વિરાટ કાર્યક્રમની તસ્વીર. આ પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા, સ્વામીનારાયણ સંતો શ્રી ભાનુપ્રકાશજી તેમજ નિલેપ સ્વામીપ રામાનુજાચાર્ય પંથના મઠાધિપતિશ્રી જીયર સ્વામી, કાર્યક્રમના આયોજન સમિતીના પ્રમુખ આર.બી.આર. રામા સુબ્રમણ્યમ, ધારાસભ્ય સર્વનન, ભાષાશાસ્ત્રી દામોદરન, સૌરાષ્ટ્ર કોલેજના પ્રમુખ રામદોષ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પાત્ર વૈકલ્પિક ઉર્જાના ટોચના ઉદ્યોગપતિ બાલા પદ્મશ્રી ગેસ્ટ્રોઇન્ટ્રોલોનિસ્ટ ચંદ્રશેખર, વિશ્વકક્ષાના વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રે કાર્યરત ઉદ્યોગપતિશ્રી બાલારામ તેમજ કાંજીવરમ સાડીનાવિખ્યાત ઉત્પાદક શ્રી સુરેન્દ્રન બાબુ તેમજ શાંતારામન અને ઉપસ્થિત વિરાટ સંગમની તસ્વીર

(3:40 pm IST)