Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ઢેબર રોડની સત્યનારાયણ સોસાયટી ૪૦ ફુટ રોડ પર કચરાના ઢગલાઃ રહેવાસીઓ ગંદકીથી ત્રાહીમામ

એક તરફ શહેરને સ્વચ્છ બનાવવાની મથામણ, બીજી તરફ બધુ ગોબરૂ-ગોબરૂ : આરએમસીની એપ પર અનેક વખત ફોટા મોકલાયા પણ કોઇ નક્કર કાર્યવાહી થતી નથીઃ જાહેર શોૈચક્રિયા પણ બેરોકટોક

રાજકોટઃ શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સતત મહેનત કરી રહ્યા છે પરંતુ બીજી તરફ અનેક એવા વિસ્તારો છે જ્યાં ગંદકીથી આસપાસના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શહેરના વોર્ડ નં. ૧૮ ઢેબર રોડ અટીકા પાસે સત્યનારાયણનગર સોસાયટી મેઇન રોડ ૪૦ ફુટ રોડ પર છેલ્લા ઘણા સમયથી કચરાના ગંજ ખડકાય ા છે. અસહ્ય ગંદકીથી આસપાસના રહેવાસીઓ તોબા પોકારી ઉઠ્યા છે. એક તરફ કોર્પોરેશન તંત્ર કહે છે કે તમારા વિસ્તારમાં ગંદકી હોય તો ફોટા પાડીને અમને મોકલો, પ્રશ્નનું નરાકરણ થઇ જશે...પણ બીજી તરફ આ માટેની એપ પર અનેક વખત આ ગંદકીના ફોટા સહિતની વિગતો મોકલાઇ હોવા છતાં કોઇ કાર્યવાહી નહિ થયાનો રોષ રહેવાસીઓ વ્યકત કરી રહ્યા છે. કચરાના ઢગલા પાસે ઘણીવાર તો કચરાગાડીમાં વધારાનો કચરો ઢોળાતો હોય તેને પણ અહિ ફેંકી દેવામાં આવતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ રહેવાસીઓ  તરફથી થયો છે. તો અધુરામાં પુરૂ અહિ સવારથી સાંજ સુધી સતત કોઇને કોઇ લોકો જાહેરમાં લઘુશંકા કરવા ઉભા રહી જઇ ગંદકીમાં બમણો ઉમેરો કરે છે. સંબંધીતો આ તરફ એક લટાર લગાવી લોકોને આ સમસ્યામાંથી ઉગારે તે અત્યંત જરૂરી છે. તસ્વીરમાં ગંદકીથી ખદબદતો મુખ્ય માર્ગ જોઇ શકાય છે

(3:37 pm IST)