Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મ્યુ. કોર્પોરેશનનાં આધારકાર્ડ કેન્દ્રમાં અવ્યવસ્થાથી અરજદારો ત્રાહીમામ

કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતાં અરજદારો માટે બેસવાની ત્થા પાણીની વ્યવસ્થાનો અભાવ

રાજકોટ ત. ૧૭ :.. દેશનાં નાગરીકો માટે અત્યંત મહત્વનાં એવા આધારકાર્ડ ઓળખ પત્ર કઢાવવા માટે ત્થા સુધારા - વધારા માટેની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોઇ મ્યુ. કોર્પોરેશન દ્વારા આ માટે અલગથી  આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કર્યા છે જે પૈકી સેન્ટ્રલ ઝોન કચેરીનાં આધાર કાર્ડ કેન્દ્રમાં ભારે અવ્યવસ્થા હોવાની ફરીયાદો અરજદારોમાં ઉઠવા પામી છે.

આ અંગે અરજદારોમાં ઉઠેલી ફરીયાદ મુજબ આધાર કાર્ડ કેન્દ્રમાં નામ સુધારા - વધારાનાં ફોર્મ ભરવામાં ત્થા ટોકન લેવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલુ જ નહી ફરજ પરનાં કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબો પણ નથી અપાતાં અને કલાકો સુધી અરજદારોને લાઇનમાં ઉભુ રહેવુ પડે છે ત્યારે બેસવાની ત્થા પાણીની સુવિધા પણ આ સ્થળે નથી રખાઇ.

આમ મ્યુ. કોર્પોરેશનનાં સેન્ટ્રલ ઝોનમાં આધાર કાર્ડ કેન્દ્રમાં અરજદારોને થતી મુશ્કેલીઓ તાત્કાલીક દુર કરવા લોક માંગ ઉઠવા પામી છે.

(3:37 pm IST)