Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મકાઇ પોૈવામાં ભેળસેળ કરવા અંગેના કેસમાં જયશ્રી ફુડ પ્રોડકટના બે ભાગીદારોનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા ૧૭ :  રાજકોટના પ્રખ્યાત જયશ્રી ફુડ પ્રોડકટના મકાઇ પોૈવા ઉપર કરેલ ભેળસેળ કેસમાં કંપનીની ભેળસેળ સાબીત નહી થતાં આરોપીઓને  ભુજ કોર્ટે દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવેલ છે.

રાજકોટના પ્રખ્યાત મકાઇ પોૈવાના ઉત્પાદક જયશ્રી  ફુડ પ્રોડકટના મકાઇ પોૈવાના પેકીંગન ે સપ્ટેમ્બર-૨૦૦૯ માં ભુજ મુકામે સીલ કરી તેેને લેબોરેટરીમાં મોકલી  તેના  રીપોર્ટના આધારે તેમાં મોસચ્યુર (ભેજ) નું પ્રમાણ વધારે હોવા બાબતે 'ખાદ્ય  ભેળસેળ   અધિનિયમ ૧૯૫૪'' ની કલમો હેઠળ ભુજના ફુડ ઇન્સ્પેકટર દ્વારા ભુજની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો, જે કામે રાજકોટ સ્થિત જયશ્રી ફુડ પ્રોડકટ તેમજ તેના ભાગીદાર બીપીન પીપળીયા તથા ધર્મેશ પીપળીયા સામે ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવેલ  હતો.

આ  કામે  જયશ્રી ફુડ પ્રોડકટના વકીલશ્રી  દ્વારા કોર્ટ સમક્ષ  દલીલો કરવામાં આવેલ અને જણાવેલ કે મકાઇ પોૈવાની પ્રોડકટ એ '' રેડી ટુ ઇટ '' પ્રોડકટ નથી, પરંતુ તેને ફ્રાય કરીને યા શેકીને ખાવાની વસ્તુ છે, જેથી તેમાં  વાતાવરણનો ભેજ પણ જો આવી ગયેલ હોય તો ત  ેનીકળી જાય છે, અને તેની ગુણવતામાં કોઇ ફરક પડતો નથી, બીજુ કે ફુડ ઇન્સપેકટરે  જે પંચનામુ કરેલ છે તે પણ કાયદાકીય નથી. પંચોની રૂબરૂ પ્રોડકટને સીલીંગ કરેલ નથી, ફુડ ઇન્સપેકટરે ત્યાં હાજર  રહેલ સંખ્યા બંધ ખુલ્લા અને થાળામાં રાખેલ માલનું સેમ્પલ લીધેલ નથી પરંતુ બ્રાન્ડેડ એવી પ્રોડકટનું જ પેકેટ લઇ તેની ઉપર કેસ દાખલ કરેલ છે.

આમ કોર્ટ દ્વારા વકીલશ્રી  સંજય  જે. જોષી ની દલીલોને માન્ય રાખી અને આ કેસમાંથી જયશ્રી ફુડ પ્રોડકટ અને તેના ભાગીદારો બીપીન પીપળીયા તથા ધર્મેશ પીપળીયા નેે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. (૩.૫)

(12:17 pm IST)