Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગેરલાયક ઠેરવવાની લડતમાં અર્જુન ખાટરિયાનો જુસ્સો વધ્યો

જિલ્લા પંચાયતના ૧૧ બાગીઓ સામે પક્ષાંતરના વધારાના પૂરાવા માંગવા સામે હાઇકોર્ટનો સ્ટે

કેસ ઝડપથી ચલાવવા આદેશઃ નામો નિર્દષ અધિકારીએ તા.૨૧ની મુદત આપી

રાજકોટ, તા., ૧૭: જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ નિલેશ વિરાણી અને વર્તમાન કારોબારી અધ્યક્ષ રેખાબેન પટોળીયા સહીત ૧૧ બાગી સભ્યો સામે કોંગ્રેસના સભ્ય અર્જુન ખાટરીયાએ પક્ષાંતર ધારા હેઠળ પગલા ભરવા કરેલ ફરીયાદમાં નવો વળાંક આવ્યો છે. હાઇકોર્ટે અરજદાર પાસે વધારાના પુરાવા માંગવા સામે સ્ટે ફરમાવી કેસ ઝડપથી ચલાવવા નામોનિર્દેશ અધિકારીને આદેશ આપ્યો છે. અધિકારીએ કેસમાં ર૧ જાન્યુઆરીની મુદત આપી છે તે જ દિવસે ચુકાદો આવી જવાની પ્રબળ સંભાવના છે.

અર્જુન ખાટરીયાએ જણાવેલ કે કોંગ્રેસની ટીકીટ પર ચુંટાયેલા ૧૧ સભ્યોએ સામાન્ય સભામાં પક્ષના આદેશ વિરૂધ્ધ મતદાન કરતા અમે નામોનિર્દેશ અધિકારી સમક્ષ તેની ફરીયાદ કરી ગેરલાયક ઠેરવવા માંગણી કરેલ આ ૧૧ પૈકી ૬ સભ્યો જસદણની પેટા ચુંટણી વખતે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. નામોનિર્દેશ અધિકારી સમક્ષ કેસ અપેક્ષીત ગતીએ ન ચાલતા અમે હાઇકોર્ટમાં ગયેલા હાઇકોર્ટે ત્રણ અઠવાડીયામાં કેસનો નિર્ણય કરવા આદેશ આપેલ. જે ત્રણ અઠવાડીયા પુરા થઇ ગયેલ છે. નામોનિર્દેશ અધિકારીએ અમે આપેલા પુરાવા ઉપરાંત ગેરલાયક ઠેરવવા માટેના વધારાના પુરાવા માંગેલ. સામાન્ય સભાની કાર્યવાહીની વિડીયોગ્રાફી સહિતના પુરાવા આપ્યા છે. વધુ પુરાવા માંગવા સામે અમે હાઇકોર્ટમાં અરજી કરેલ તેના અનુસંધાને હાઇકોર્ટે વધારાના પુરાવા માંગવા સામે સ્ટે આપી કેસ ઝડપથી ચલાવવા નામોનિર્દેશ અધિકારીને આદેશ આપ્યો છે. નામોનિર્દેશ અધિકારીએ કેસની આગળની કાર્યવાહી માટે ર૧ જાન્યુઆરીની મુદત આપી છે.

(11:47 am IST)