Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પડઘરીના ખંભાળામાં શુક્રવારે રામાપીરનો પાટોત્સવ

અલખનો ઓટલો પ્રતિષ્ઠા મહોત્સવ- રામદેવપીર મંદિરનો નેજા ઉત્સવ અને પાટોત્સવનો ત્રિવેણી સંગમ : પૂ. કિશોરબાપુના નેજા હેઠળ તડામાર તૈયારી

રાજકોટ તા. ૧૭ : રામાપીર અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ ન્યારા દ્વારા ખંભાળા (તા. પડધરી) મુકામે તા. ૧૯ ના શુક્રવારે શ્રી કિશોરબાપુના નેજા હેઠળ શ્રી રામદેવપીર પાઠ ઉત્સવનું ભવ્ય આયોજન તેમજ અલખનો ઓટલો મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત થયુ છે.

શુક્રવારે સવારે ૯ વાગ્યે નેજાના સામૈયા અને બપોરે તથા સાંજે ભોજન સમારોહ, રાત્રે ૯ વાગ્યે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે.

આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, મામલતદાર પડધરી, ટી.ડી.ઓ. પડધરી એ. એસ. પરમાર, તાલુકા પ્રમુખ ભાનુબેન ચૌહાણ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાનભાઇ ચાવડા, શિવસેના સૌરાષ્ટ્ર પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા, લોધીકા તા.પં. ના મોહનભાઇ દાફડા, આર.એમ.સી. ટી.પી.ના મનસુખભાઇ ડી. સાગઠીયા, સામાજીક કાર્યકર મહેશ સોલંકી, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, શહેર મહામંત્રી માવજીભાઇ રાખસીયા, થાન નગરપાલીકા પ્રમુખ રાણીબેન બી. પરમાર, પ્રદેશ મહામંત્રી મોહનભાઇ રાખૈયા, જિલ્લા પ્રમુખ દિનેશભાઇ પડાયા,  પડધરીના ચેરમેન બેચરભાઇ ડાંગર, અનુ.જાતિ મંત્રી મહેશભાઇ રાઠોડ, ભાનુબેન બાબરીયા, જૈન અગ્રણી જયભાઇ ખારા, એસ.સી.એસ.ટી. આગેવાન ભગવાનભાઇ વાઘેલા, એસ.સી. ઉપપ્રમુખ મનોજભાઇ ગેડીયા, એસ.સી. પ્રમુખ નરેશભાઇ સાગઠીયા, માતુશ્રી શાંતાબેન આર્ટસ કોમર્સ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી સુરેશભાઇ બથવાર, જામનગર મહાનગરપાલીકાના મોહનભાઇ કે. મકવાણા વગેરે ઉપસ્થિત રહેશે.

શુક્રવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત સંતવાણીમાં ઇશ્વર સમીકર, મંજુલાબેન ચાવડાા, જયેશભાઇ હેજમ, તુષાર ચુડાસમા, હરીબાપુ પીર, રતીલાલ બારોટ, નીલુબેન વાળા સહીતના કલાકારો ભાગ લેશે.

ખંભાળાના અલખના ઓટલે ભવિષ્યમાં દર બીજે પાટોત્સવ અને પ્રસાદ, રામદેવપીર મંદિર નિર્માણ, મસાણી મેલડી માતાના મંદિરનું નિર્માણ, ગૌશાળા- અવેડાનું નિર્માણ, અન્નક્ષેત્ર અને વિસામો, વૃધ્ધાશ્રમ સહીતની સેવા શરૂ કરવાની નેમ મહંતશ્રી કિશોરબાપુ (મો.૯૦૯૯૯ ૯૭૬૨૯) એ વ્યકત કરી છે. સાથો સાથ શુક્રવારે આયોજીત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને રામાપીરના પાટોત્સવમાં ધર્મપ્રેમીજનોએ ઉમટી પડવા જાહેર અનુરોધ કરેલ છે.

(4:31 pm IST)