Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હોમિયોપેથીક મેડીકલ કોલેજનો વાર્ષિકોત્વ

 રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજ દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી  ડો. પારૂલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં મુખ્યમહેમાન તરીકે શ્રીમતી અંજલીબેન રૂપાણી, અતિથી વિશેષ તરીકે મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સૌ.યુનિ.ના સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી ડો. અમીષાબેન પટેલનું વિશીષ્ટ ઉપલબ્ધી બદલ સંસ્થા દ્વારા સન્માન કરાયુ હતુ. સમગ્ર કાર્યકમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડો. હિતાર્થ મહેતા, ડો. અમર ઠકકર, ડો. રાજેશ સાણજા, ડો. અમર શેઠ અને અન્ય ફેકલ્ટીએ જહેમત ઉઠાવી હતી.

(4:29 pm IST)