Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શહેર યુવા ભાજપ દ્વારા વોર્ડ નં.૧૧માં રકતદાન કેમ્પ

રાજકોટઃ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિતે  શહેર યુવા ભાજપ દ્વારા તમામ વોર્ડમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે વોર્ડ નં. ૧૧માં રકતદાન કેમ્પનું ઉદઘાટન નિતીનભાઇ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી-ધારાસભ્ય બાબાભાઇ સાગઠીયા, રાજુભાઇ બોરીચા, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઇ ડવ, મહામંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, ઉપપ્રમુખ અમિત બોરીચા, વોર્ડ પ્રમુખ પ્રવિણભાઇ પાઘડાર, સંજયભાઇ દવે,  સંજયભાઇ બોરીચા, આપદાનભાઇ બોરીચા, મૌલીકભાઇ કપુરીયા, જયેશભાઇ કુંભારવાડીયા વગેરેએ આ રકતદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.  આ રકતદાન કેમ્પમાં ૭પ બોટલ રકતદાન થયું હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:27 pm IST)