Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રધાનોને ધ્વજવંદન માટે જિલ્લા ફાળવાયા : રાજકોટમાં ભૂપેન્દ્રસિંહ

જુનાગઢમાં જયેશ રાદડિયા : મોરબીમાં ખાબડ, જામનગરમાં વિભાવરીબેન

ગાંધીનગર, તા. ૧૭ : સરકારે મંત્રીઓને ર૬ જાન્યુઆરીએ ધ્વજવંદન માટે જિલ્લા ફાળવણી કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહેસાણામાં રાજય કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ, જયેશ રાદડિયા જુનાગઢ, બચુભાઇ ખાબડ મોરબી, જયદ્રથસિંહ પરમાર કચ્છ, વિભાવરીબેન દવે જામનગર, કિશોર કાનાણી અમરેલી, જિલ્લાના નિયત તાલુકા મથકે ધ્વજવંદન કરાવશે. સૌરાષ્ટ્રમાં બોટાદ, પોરબંદર, ગિર સોમનાથ જીલ્લામાં કલેકટરના હસ્તે ધ્વજવંદન થશે.

(4:27 pm IST)