Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ખૂલ્લા પ્લોટના રજીસ્ટ્રેશન માટે ૧૦ દિવસની મુદ્દત લંબાઇ

શહેરમાં હજુ માત્ર ૧ર૪૦ પ્લોટનું જ રજીસ્ટ્રેશન થયું છે : રજીસ્ટ્રેશન નહી કરાવનારને બાંધકામ પરવાનગી નહી મળે

રાજકોટ, તા. ૧૭ : શહેરના ખૂલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ ૧૦ દિવસની મુદ્દત વધારી છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ખૂલ્લા પ્લોટોનું રજીસ્ટ્રેશન કરાવવાનું મ્યુ. કોર્પોરેશન દ્વારા ફરજીયાત બનાવાયું છે. આ માટે નક્કી કરેલ મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે.

આ દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં ૧૦૧, ઇસ્ટ ઝોનમાં પ૧૩ અન વેસ્ટ ઝોનમાં ૬ર૩ સહીત કુલ ૧ર૪૦ ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન થયું છે.

આમ હજુ ૧૦ દિવસ આ રજીસ્ટ્રેશનની મુદ્દત લંબાવવા નિર્ણય કરાયો છે.

નોંધનીય છે કે જે લોકો પોતાના ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને બાંધકામ પરવાનગી નહીં આપવામાં આવે તેવી તાકીદ પણ તંત્રએ કરી છે.

(4:24 pm IST)