Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બાળ સ્વાસ્થ્યની મોબાઇલ એપ્લીકેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપતા ડો. મેહુલ મિત્રા

રાજકોટના સેવાભાવી તબીબ ડો. મેહુલ એમ. મિત્રાએ બાળઆરોગ્ય તથા તરૂણ અવસ્થા અંગે એક મોબાઇલ એપ્લીકેશન બનાવી છે જે એપ્લીકેશન કોઇપણ વ્યકિત પોતાના મોબાઇલમાં ડાઉનલોડ વિનામુલ્યે કરી શકે છે.

આ પ્રકારની માહિતી આપવા પાછળનું મહત્વનું કારણ એ હતું કે આ પ્રકારની માહિતી મોબાઇલમાં સર્ચ કરતાં જાણવા મળેલ કે આટલી વિસ્તૃત માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ ન જણાતાં તે ધ્યાનમાં રાખીને એપ્લીકેશન ડો. મેહુલ એમ. મિત્રાએ દોઢ વર્ષની મહેનતને અંતે લોકોને વિનામૂલ્યે ધરી છે. મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવાનો વ્યવસાયિક હેતુ નથી. ગુજરાતીમાં દરેકને સહેલાઇથી સમજાય તે રીતના વ્યાખ્યાનો લેકચર તથા વિડીયો આપવામાં આવેલ છે.

તરૂણ અવસ્થા અંગે સકારાત્મક માહિતી અને સૂચનો પણ આપવામાં આવેલ છે. આ એપ્લીકેશનની અંદર તરૂણ અવસ્થામાં થતા ફેરફાર, કારકિર્દી માર્ગદર્શન, પરિક્ષાલક્ષી માહિતી, હતાશા વિગેરે અંગે પ્રકાશ પાડવામાં આવેલ છે. તરૂણાવસ્થા દરમિયાન માતા-પિતાનો રોલ, શિક્ષકનો રોલ વિગેરે અંગે પણ વિસ્તૃત માહિતી અપાય છે. આ માહિતી અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે.

બાળકના માનસિક વિકાસ, ખોરાકની અરૂચી, વારંવાર થતા શરદી ઉધરસ, જાળા, રસીકરણ, ખોટી માન્યતાઓ, સામાન્ય દવાઓ વિશે તથા રોગ વિશે સુચનો આપવામાં આવેલ છે. ચેપીરોગો, પેટ, શ્વાસ પેશાબ, હૃદયરોગ વિશેની પણ માહિતી આપવામાં આવી છે.

શિશુ સ્વાસ્થ્યની ટીપ્સમાં ડોકટર વિશેની માહિતી સ્વાસ્થ્યની ટીપ્સ, રસીકરણ પોષણ, વિકાસ, નવજાત શિશુ, ધનિષ્ઠ સારવાર, સામાન્ય લક્ષણો અને રોગ, સંક્રામકરોગ, સીસ્ટમના રોગો, તરૂણા અવસ્થાની ટીપ્સ અપાય છે. સ્વાસ્થ્યની ટીપ્સમાં દવાઓ તથા સારવાર વિશે સુચનો, માનસિક વિકાસ માટેના સુચનો અકસ્માત નિવાસસ્થાને ઉપાયો, ખોટી માન્યતા અંગે જણાવાયું છે.

નવજાત શિશુ, અધુરા માસે જન્મેલા નવજાત શિશુ, સ્તનપાન, ધનિષ્ઠ સારવાર અંગે જણાવાયું છે. સામાન્ય લક્ષણો અને રોગમાં તાવ, સામાન્ય લક્ષણોના ઉપાય, સામાન્ય શરદી, જાળા ઉલ્ટી, કૃમિ, મરડો, આંચકી, સામાન્ય લક્ષણોના ઉપાય તથા સંક્રામક રોગોમાં ચેપી કમળો, ઝેરી કમળો (લોહીનો) ટાઇફોઇડ, ઓરી, અછબડા, સ્વાઇન ફલુ, મેલેરીયા, ચિકનગુનીયા, ડેન્ગ્યુ તાવ, બાળ ટી.બી. અંગે જણાવાયું છે.

સને ૧૯૯૦ થી કારકિર્દીનો પ્રારંભ કરનાર ડો. મેહુલ મિત્રાએ ૩પ૦ નિદાન કેમ્પોમાં વિનામૂલ્યે સેવાઓ આપી છે. બાળરોગ ધનિષ્ઠ સારવારના પાયાના પથ્થર ગણવામાં આવે છે તેઓ નવજાત શીશુ, અધુરા માસે જન્મેલા બાળકોની વિશિષ્ટ સારવારમાં નિપુણતા ધરાવે છે. સૌથી વધારે નવજાત શીશુની સારવારનો અનુભવ તેઓ ધરાવે છે. તેમજ તેઓએ સૌથી વધારે નવજાત શીશુની લોહી બદલાવવાની સારવાર કરેલ છે. તેમણે અત્યાર સુધીમાં ઓ.પી.ડી.માં એક લાખ પચાસ હજાર બાળદર્દીઓને તપાસ્યા છે તથા અનેક બાળદર્દીઓની હોસ્પિટલની અંદર ઇન્ડોર સફળ સારવાર કરવામાં નિયમિત બન્યા છે. રપ૦ જેટલા તેઓના લેખો સમાચારપત્રો તેમજ મેડીકલ જનરલ માં પ્રસિધ્ધ થયા છે તેઓએ રેડીયો અને દુરદર્શનમાં વાર્તાલાપો દ્વારા આરોગ્ય વિશે જાગૃતિ માટે ઉત્તમ યોગદાન આપ્યું છે. તેમણે સૌરાષ્ટ્ર મેડીકલ જર્નલમાં સહતંત્રી પદે કાર્યરત રહી આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા કરી છે. તેમણે ર૦૦ જેટલા વ્યાખ્યાનો સૌરાષ્ટ્રમાં જુદી જુદી-જગ્યાએ મેડીકલ એસો.માં આપ્યા છે. અનેક સેમીનાર વર્કશોપમાં ભાગ લઇને પોતાનું યોગદાન આપેલ છે. ગંભીર સમસ્યા, શ્વસનતંત્ર એલર્જી વિગેરે રોગોમાં સફળ સારવાર કરી છે. બાળકોના મગજની આંચકી, હૃદયના દર્દીઓની સફળ સારવાર પણ તેઓએ કરી છે.

ડો. મેહુલ એમ. મિત્રા

એમ.ડી. (પેડ) યુનિ. પ્રથમ

નવજાત શિશુ બાળરોગ નિષ્ણાંત

વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

 મોબાઇલમાં  એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઇ ટાઇપ કરો 

Dr. Mitra (Tips for child care) https://goo.gl/ivDtFx

અને

Youtube Video માટે Mehulmitra tips for child care

અને

Youtube Video Playlist Link https:/goo.gl/Gp3dyj

અને

Website: www.drmitrachildcare.com ઉપર સંપર્ક કરવો.

(4:06 pm IST)