Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બીજીવાર હાર્ટએટેક આવશે તો સ્વજનો હેરાન થશેઃ કડિયા વૃધ્ધનો આપઘાતનો પ્રયાસ

નાથાભાઇ ટાંકે જીથરીયા હનુમાન મંદીર પાસે પગલુ ભર્યુ

રાજકોટ તા.૧૭: મવડી પ્લોટમાં મધુરમ સોસાયટીમાં રહેતા કડીયા વૃધ્ધે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.મળતી વિગત મુજબ મધુરમ સોસાયટી શેરી નં.૪માં રહેતા નાથાભાઇ ડાયાભાઇ ટાંક (ઉ.વ.૬૫) એ ગઇકાલે જીથરીયા હનુમાન મંદીર પાસે ચોકમાં ઝેરી દવા પીલેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જાણથતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહ અને જયદીપસિંહ સહિતે તપાસ આદરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નાથાભાઇને અગાઉ હાર્ટ એટેક આવતા તેનું એપરેશન કરાવ્યુ હતુ. અને બીજીવાર હાર્ટ એટેક આવશે તો સ્વાજ હેરાન થશે તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

(4:04 pm IST)