Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

લોહાણા સખી મહિલા વૃંદ-ચિલ્ડ્રન કલબ દ્વારા ર૧ મીએ દેશભકિતના ગીતોની સ્પર્ધા

જનરલ નોલેજની શકિત ખીલવવા પ્રશ્નોતરીઃ મધર્સ માટે દેશભકિત ગીતોની સ્પર્ધાઃ કે.કે.વી. હોલ ખાતે કાર્યક્રમ

રાજકોટ તા.  ૧૭ :.. શહેરમાં વર્ષોથી ચાલતા લોહાણા સખી મહીલા વંદ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. પ્રમુખ શ્રી વિણાબેન પાંધી તથા મંત્રીશ્રી હંસાબેન ગણાત્રાના  માર્ગદર્શન હેઠળ જુદા જુદા સ્થળે મહીલા મંડળોના વિવિધતા ભર્યા કાર્યક્રમો વર્ષોથી આપી રહ્યા છે. સાથે સાથે બાળકોનાં બે યુનિટો બાળકોના સર્વાંગી વિકાસ, બૌધ્ધીક વિકાસને આગળ વધારવાના હેતુથી સ્થાપના કરેલ છે. કે.કે.વી. હોલ ખાતે ચાલતા ચીલ્ડ્રન કલબ યુનિટ-ર દ્વારા આગામી તા. ર૧ જાન્યુઆરીએ રવિવારના રોજ દેશભકિત ગીતોની સ્પર્ધાનું ઓરકેસ્ટ્રા સાથેનું આયોજન કરવામાં આવેલ છે.

દેશભકિત ગીતોની સાથે જનરલ નોલેજની શકિત ખીલવવા પ્રશ્નોતરી રાખેલ છે. આ ગ્રુપના સભ્ય બાળકોના મધર્સ મેમ્બર્સ બની શકે છે. સાથે મધર્સ માટે દેશભકિત ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળતાના આરે પહોંચાડવા સંસ્થાના કન્વીનરો શ્રીમતી મિનલ એ. સોનપાલ તથા શ્રી રેખાબેન નથવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મિનલ સોનપાલ મો. ૯૯૭૯૦ ૩પ૮૬૮, રેખાબેન નથવાણી મો. ૯પ૩૭૪ ર૦૦૦૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને લોહાણા મહાજનના પ્રમુખશ્રી કાશ્મિરાબેન નથવાણી, અતિથી વિશેષ તરીકે શ્રી પ્રમોદભાઇ ગણાત્રા, શ્રી શિલ્પાબેન પુજારા, શ્રી જી. આર. રાચ્છ, શ્રી મહેન્દ્રભાઇ નથવાણી, પ્રમુખશ્રી વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, ઉપસ્થિત  રહેશે. આ કાર્યક્રમમાં જજ તરીકે શ્રી ઇન્દુબેન તન્ના (પ્રોફેસર મહીલા કોલેજ), શ્રી દક્ષાબેન ભગદેવ તથા શ્રી આસિતભાઇ સોનપાલ (નોટરી એન્ડ એડવોકેટ) સેવા આપશે.

(4:04 pm IST)