Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ન્યાયધિશોના મુદ્દે તાકીદની બેઠક

 સર્વોચ્ચ અદાલતમાં ચાર ન્યાયધિશો દ્વારા ઉઠાવાયેલ મુદ્દાઓથી ઉભી થયેલી પરિસ્થિતિ માટે બાર એસોસીએશનની ગઇકાલે મળેલી તાકીદની બેઠકમાં સર્વોચ્ચ અદાલત કક્ષાએ 'આંતરિક વ્યવસ્થાપન, સુમેળ અને શાણપણ' દ્વારા જ ઉકેલવા અનુરોધ કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવેલ તેમ દેશનાં ધારાશાસ્ત્રીઓનાં સર્વોચ્ચ સંગઠન બાર એસોસીએશન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય કારોબારીની સર્વોચ્ચ અદાલત સંકુલ ખાતે મળેલી તાકીદની કારોબારી બેઠકમાં ભાગ લેનાર બાર એસોસીએશનના નવનિયુકત મંત્રી (ગુજરાત) અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રીમતિ ભાવનાબેન જોશીપુરાએ એક યાદીમાં જણાવ્યું છે. દેશના વિવિધ રાજ્યોના ટોચના ધારાશાસ્ત્રીઓ અને સર્વોચ્ચ અદાલતનાં ધુરંધર ધારાશાસ્ત્રીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય ચર્ચાને મૂર્ત સ્વરૂપ આપવા માટે આગામી તા. ૯મી ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી 'જ્યુડીશીયલ રીફોર્મ્સ કન્વેન્શન'નું આયોજન કરવામાં આવેલ છે. આ કન્વેન્સમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, સ્ટેટ બાર કાઉન્સિલ, સુપ્રિમ કોર્ટ તથા પ્રત્યેક હાઇકોર્ટ બાર એસોસીએશન તથા તમામ બાર એસોસીએશનના પદાધિકારીઓ હાજર રહેશે. લલીત ભાસીનના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારીમાં એડવાઇઝર્સમાં કે.પરાશરન, એફ.એસ.નરીમાન, સોલીસોરાબજી, કે.કે.વેણુગોપાલ, મુકુલ રોહતગી, અશોક દેસાઇ, દિપાંકર ગુપ્તા અને હરિશ સાલ્વે છે. ફલી નરિમાન પ્રેસીડેન્ટ એમેરેટસ છે તેમ એડવોકેટ શબનમ ઠેબાની યાદીમાં જણાવાયું છે.(

(4:03 pm IST)