Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કારોબારીમાં ૪ કરોડના વિકાસ કામોઅને બિનખેતીની ૩૭ ફાઈલો મંજુર

કારોબારીની ૪ ફાઈલો છેલ્લી ઘડીએ 'પેન્ડીંગ' રહી ગઈ ! : આરોગ્ય કર્મચારીઓને સ્વભંડોળમાંથી ૧II લાખ ચૂકવ્યા તે સરકારમાંથી ગ્રાન્ટરૂપે પરત મેળવવા ઠરાવ

રાજકોટ, તા. ૧૭ :. જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજે સવારે જિલ્લા પંચાયત મીટીંગ હોલમાં અધ્યક્ષ અર્જુનભાઈ ખાટરીયાના અધ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ જિલ્લાના રોડ રસ્તાના રૂ. ૧૬૭.૧૮ તથ નવી ગ્રામ પંચાયત બાંધકામ કુલ ૮ ના રૂ. ૯૧.૧૭ અને ઉપલેટા તાલુકા પંચાયત બિલ્ડીંગનું કામ રૂ. ૧૪૧.૯૫ આ સાથેના પત્રક મુજબના કામોના ટેન્ડર કુલ મળી રૂ. ૪૦૦.૩૦ લાખના મંજુર કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ડોકટર બાબા સાહેબ આંબેડકર તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની નવી મૂર્તિ મુકવાનું કામ રૂ. ૧૨ લાખનું મંજુર કરવામાં આવે છે.

તેમજ જમીન મહેસુલ કલમ-૬૫, ૬૬, ૬૭ ના કુલ ૩૭ કેસો મંજુર કરેલ. તેમજ વહીવટી બાબતોના થયેલા ઠરાવોને મંજુર કરવામાં આવેલ. બેઠકમાં કારોબારી સમિતિના સભ્યશ્રીઓ વિપુલભાઈ ધડુક, મનોજભાઈ બાલધા, ભાવનાબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઈ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચૌહાણ અને રાણીબેન સોરાણી તેમજ સચિવશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.વી. મકવાણા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. બી. ખરાડી તેમજ અન્ય શાખા અધિકારી ઉપસ્થિત રહેલ હતા.

આરોગ્ય ખાતાના ૧૧ કર્મચારીઓને હાઈકોર્ટના હુકમના આધારે સ્વભંડોળમાંથી રૂ. ૧.૫૫ લાખ ચૂકવાયા તે સરકારમાંથી ગ્રાન્ટ તરીકે મેળવવા માટે આરોગ્ય સમિતિના ઠરાવ મુજબ ઠરાવ કરાયેલ. સ્વભંડોળમાંથી નાણા ચૂકવાયાનો મુદ્દો પંચાયતમાં ચર્ચાસ્પદ બન્યો છે.

શ્રી મકવાણાએ ડે. ડી.ડી.ઓ. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ કારોબારી હોવાથી ચેરમેન શ્રી ખાટરિયા સહિતના અગ્રણીઓએ ગુલદસ્તાથી તેમનુ સ્વાગત કર્યુ હતું.

(4:00 pm IST)