Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દલિત લાભાર્થીઓને ચેક અર્પણ

રાજયના દલિતોને પગભર કરવા અનુસુચિત જાતિ વિકાસ નિગમના ડીરેકટર અનિલભાઇ મકવાણાના પ્રયાસોથી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની રાહબરી હેઠળ શહેર ભાજપ કાર્યાલયે ઇકો તેમજ બોલેરો ગાડીના ધંધા રોજગાર માટે રૂ.૧૧ લાખના ચેક શહેર ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તેમજ વિધાનસભા ગ્રામ્યના યુવા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે અર્પણ કરાયા હતા. આ તકે પૂર્વ કાર્યાલય મંત્રી અનિલભાઇ પારેખ, શહેર મંત્રી દિવ્યરાજસિંહ, જિલ્લા ભાજપ મંત્રી મોહનભાઇ દાફડા, નગરસેવક મનિષાઇ રાડીયા, પૂર્વ નગરસેવક દલિત અગ્રણી શામજીભાઇ ચાવડા, રમેશભાઇ જોટંગીયા, પ્રવિણભાઇ ડોડીયા, હબીબભાઇ સુમરા, છગનભાઇ ચૌહાણ, નિગમના ડીરેકટર અનિલભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)