Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રદુષિત પર્યાવરણની ગંભીર અસર વિશ્વના દેશોમાં વધતી વસતિ પણ એક પરિબળ

આપણાં દેશમાં પૌરાણીક સમયથી વૃક્ષો અને વનનું મહત્વ ઘણું મોટુ રહયું છે. પ્રાચિન સમયમાં ઋષિમુનીઓના આશ્રમો અને પાઠશાળાઓ મોટેભાગે વનમાં જ રહેત અને વિદ્યાર્થીઓ બાલ્યાવસ્થથી જ પેદો અને શાસ્ત્રો જ્ઞાનની સાથે આયુર્વેદ, રસવિદ્યા, તબિબિ વિજ્ઞાનની શિક્ષા પણ અપાવી.

ઔષેધીઓ અને જીવન રક્ષક રસાયણોનો પાર્દુભાવ પણ વનમાં જ થયો છે એટલે જ પ્રાચિન સમયમાં વનોમાં રહીને વૃક્ષોની સાથે આત્મીયતા અને વૃક્ષો અને વનો મહત્વ સમજતાં થાય આમ પ્રાચિન સમયમાં પર્યાવરણની રક્ષાનો વિચાર તેટલું જ મહત્વ ધરાવતોઓ પરંતુએ પરત્વેની જાગૃતિ કેળવવાની પધ્ધતિ જરા જુદી હતી.

આજે તો શિક્ષણ પ્રણાલીમાં ધરખમ ફેરફારો થયા છે. અગાઉના આશ્રમોનું સ્થાન, હવે મોટા મહાલયોએ લીધું છે. તેથી બાળકોને સૈધ્ધાંતિક રીતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવા માટે ખાસ પ્રયાસો કરવા પડે છે.

વૃક્ષોના ઉછેર અને વનના મહત્વ અંગેની પ્રાચિન જાગૃતિનો ખ્યાલ આપતાં એક લોકકવિએ ખરૃં કહ્યુ છે કે,

મારૃં વનરાવન છે... રૂડુ...રે...

વૈકુંઠ...નહી ... રે... આપું...

ઉપરની પંકિમાં ગોપી કૃષ્ણને કહે છે,કે પ્રભુ! તમે જયાં માનવદેહ ધરીને જયાં લીલા કરી તે મનોહર સ્થમ વૃંદાવન અને આપના વૈંકુઠધામ કરતાં વધુ પ્રિય છે. પણ તેનો સાચો ભાવાર્થ આજના સંદર્ભમાં જોઈએ તો વૃંદાવનમાં વૃક્ષોના સુગંધી વાતાવરણમાં પ્રભુનું સામિય્ય જેટલુ આહલાદક લાગે છે. તેટલું વૈકુંઠના મહાલયોમાં મોટા મોટા શહેરો અને ઉદ્યોગોના વિકાસ માટે જે આડેધડ વૃક્ષો વિશ્વ કક્ષાએ કપાઈ ગયા આજે તેને આનુસંગીતક ગંભીર સમસ્યાનું ભાન થયું છે. પરિણામે સમગ્ર વિશ્વમાં પર્યાવટ જાળવણી અંગેની જાગૃતિનો પવન ફુંકાયો છે. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પ્રદુષણ અને પર્યાવરણ પ્રતિ જાગૃતિ કેળવવા જનજાગરણ કરવામાં આવે છે.

પ્રદુષિત પર્યાવરણની ગંભીર અસરો વિશ્વના બધા જ વિકસીત અને બિન વિકસીત દેશો આજે અનુભવી રહ્યા છે. વધતાં જતાં બળતરણના વપરાશને કારણે દુનિયામાં ગરમીનું પ્રમાણ વધવા માંડે છે. વાહનોના ધુમાડામાં રહેલાં કલોરો-ફલોરો જેવા કાર્બનોને કારણે પૃથ્વી પર ઓઝોન વાયુનું પ્રમાણ ઘટે છુે. પરિમાણે શ્વાસોશ્વાસમાં લેવાતી હવા પણ અશુધ્ધ બની અસ્થામા રોગોનું નિર્માણ કરે છે.

આ ઉપરાંત આજે ગામડા ભાંગી રહ્યા છે અને ગ્રામજનોએ ધંધા રોજગાર માટે શહેર તરફ દોર મુકી છે. પરિણામે શહેરોમાં આજે વસતિ વિસ્ફોટ થઈ રહ્યો છે. શહેર તરફ થઈ રહેલાં માનવ ઘસારાને રોજીરોટી પૂરી પાડવા માટે તેમજ તેમની પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે ઔદ્યોગીકરણ એ જ એક માત્ર વિકલ્પ બની રહ્યો છે. ત્યારે પ્રદિુષત થતાં પર્યાવરણ પર અસર કરતાં પરિબળોમાં વધતી જતી વસતિએ એક મુખ્ય પરિબળ બની રહી છે.

દીપક એન. ભટ્ટ મો. ૯૮રપ૧ પપ૩પ૪

(4:37 pm IST)