Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

MBBSના પ્રારંભિક વર્ષથી વિદ્યાર્થીઓને મેડીકલનું મેકીનીકલ શિક્ષણ અપાશે : MCIની મંજૂરી

અભ્યાસક્રમમાં ફેરફાર થશે : સ્પેશ્યલાઈઝેશનના વિષયોની સાથે પ્રેકટીકલ ઉપર ભાર મૂકાશે

રાજકોટ, તા. ૧૭ : હાલમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં પુસ્તકના જ્ઞાનનો ઉપયોગ વધુ થાય છે ત્યારે મેડીકલ કાઉન્સીલ હવે તબીબી છાત્રોને પુસ્તકોની સાથે પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તે માટે ખાસ તાલીમ આપવામાં આવશે.

આગામી શૈક્ષણિક વર્ષથી એમબીબીએસનો અભયસક્રમ બદલાશે એમસીઆઈ (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા નવા ફેરફારને મંજુરી આપી છે હવે તેનો અમલ થશે. હવે એમબીબીએસનો અભ્યાસક્રમ પુરો કર્યા બાદ વિદ્યાર્થી જયારે ડોકટર તરીકે પ્રેકિટસ કરે તે સમયે તે તમામ પ્રકારની બીમારીઓના ઈલાજ કરી શકે તેવા હેતુના ભાગરુપે હવે નવા ફેરફાર સાથેના અભ્યાસક્રમમાં વધુ ચેપ્ટરનો ઉમેરો કરાશેઙ્ગ એમબીબીએસના ડોકટરો દ્વારા જ કેટલાક કિસ્સાઓમાં દર્દીઓનો ઈલાજ પુરો થઈ શકે તે પ્રમાણેનો ફેરફાર અભ્યાસક્રમમાં કરાશે.

આગામી નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને સ્પેશિયલાઈઝેશનના વિષયો પણ ભણાવવામાં આવશે.મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નવા અભ્યાસક્રમ તૈયાર કર્યા છે. જેને કેન્દ્ર સરકારે પણ મંજુરી આપી દીધી છે. નવા અભ્યાસક્રમ મુજબ હવે ડોકટરોની પ્રેકિટસ પર વધુ ભાર મુકવામાં આવશે. માત્ર પુસ્તકોના આધાર લેવાના બદલે વધુ પ્રેકિટકલ નોલેજ તબીબી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

(11:48 am IST)