Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શુક્રવારથી અભાવિપનું રાજકોટમાં રાષ્ટ્રીય અધિવેશન : શોભાયાત્રાનો ધમધમાટ

ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ મેદાનમાં ભૂમિપૂજન કરાવતા રામભાઈ મોકરીયા : 'રામભાઈ ક્રિષ્ન ઠાકર' ભવ્ય પ્રદર્શની યોજાશે : કેરલના અત્યાચારો દર્શાવાશે

રાજકોટ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું ૪૯મું પ્રદેશ અધિવેશન શુક્રવારથી રવિવાર તા.૧૯, ૨૦,૨૧ જાન્યુઆરીના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસના મેદાનમાં યોજાનારૂ છે. આ માટે સ્વાગત સમિતિના અધ્યક્ષ શ્રી રામભાઈ મોકરીયાના હાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યુ. સમિતિના મંત્રી ભાર્ગવ ઠાકર, સ્વાગત સમિતિના સભ્યો જે. કે. કાલરીયા, માધવ દવે, સુભાષ દવે તથા અભાવિપના પ્રદેશના અધ્યક્ષ શ્રી રવિસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

૪૯મું પ્રદેશ અધિવેશન ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં યોજાનારૂ છે. જેને લઈને  રાજકોટ વિદ્યાર્થી પરિષદના કાર્યકતામાં ભારે ઉત્સાહ છે. શહેરમાં શોભાયાત્રાના રૂટમાં પ્રચાર - પ્રસાર ચાલુ છે.

૪૯માં પ્રદેશ અધિવેશનમાં એક ભવ્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યુ છે. નામ ''શ્રી રામભાઈ ક્રિષ્ન ઠાકર'' રાખવામાં આવ્યુ છે. તેઓ ૧૯૭૮થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં હતા તેમજ ૨ વર્ષ કર્ણાવતી અને વડોદરામાં પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકેની જવાબદારી વહન કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં સેક્રેટરી સુધીની તેઓ ફરજ બજાવી ચૂકેલા.

પ્રદર્શનીમાં વિદ્યાર્થી પરિષદના આગામી વર્ષ દરમિયાનના કાર્યક્રમો તેમજ ગુણવતાયુકત શિક્ષણ સમરસ ગુજરાત થીમ ઉપર રાખવામાં આવી છે.

આ ઉપરાંત કેરલમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનાર લોકો ઉપર થતા અત્યાચારનું ચિત્ર દર્શાવવામાં આવશે. તેમ અભાવિપના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી પાર્થ પ્રજાપતિએ જણાવ્યુ છે.

(11:57 am IST)