Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રાજકોટના ૩ સીનીયર સીટીઝનોએ સાયકલ દ્વારા ગોવાનો પ્રવાસ ખેડયો

બાલ્કીંગ એકસપીડીશનમાં દેશના ૨૨ લોકો જોડાયા તેમાંથી ૬ રાજકોટના : હરિયાઇ પટ્ટી- ગોવાના જંગલો સહિત કઠીન વિસ્તારનો લ્હાવો લીધો... ડે. ગ્રુપ લીડર ચંદ્રકાંત પાંચાણી ૬૬ વર્ષના

રાજકોટ તા. ૧૭ : સાહસ, શૌર્ય અને અવિરત ઝઝુમવાનું ઝનુન એ કેવળ યુવાનોનો જ ઇજારો નથી. બલ્કે કોઇ પણ ઉંમરની વ્યકિત આ દિલધડક પ્રદેશમાં કદમ માંડી જવલંત સિધ્ધીઓ હાંસલ કરી શકે છે તે વાત રાજકોટના છ જવામર્દોએ પુરવાર કરી બતાવી છે.

સામાન્ય રીતે તો આજકાલ લોકો આનંદ પ્રમોદ કરવા જ ગોવા જેવા સ્થળે જતા હોય છે. જો કે આ રમણિય પ્રદેશમાં યુથ હોસ્ટિેલ ઓફ ઇન્ડીયા દ્વારા વિવિધ એડવેન્ચર કેમ્પસનું પણ નિયમિત આયોજન થતુ રહે છે. અલબત ગોવામાં એડવેન્ચર ટ્રેડીંગ કરવું એ ગોવામાં મોજ મજા કરવા જેટલું આસાન નથી. ટ્રેડીંગનો આનંદ લેવા માટે અનેક પ્રકારની સજજતા અનિવાર્ય બની રહેતી હોય છે.

બાલ્કીંગ એકસપીડીશન નામે આવા જ એક સાયકલ ટ્રેડીંગ પ્રોગ્રામનું આયોજન ૧૫ થી ૨૨ ડીસેમ્બર વચ્ચે યુથ હોસ્ટેલ દ્વારા ગોવા ખાતે કરવામાં આવ્યુ હતું. આ ૭ દિવસના કાર્યક્રમ દરમિયાન કુલ ૨૩૦ કિ.મી.ની સફર સાયકલ પર ખેડવાની હતી. આ કાર્યક કાંઇ સામાન્ય ન હતું. તેના બે કારણો છે. એક તો ટ્રેડીંગના આ રૂટમાં ૨૭ કિ.મી.ની દરિયાઇ પટ્ટીના રેતાળ વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. બીજું એ કે તેમાં ગોવાના જંગલ વિસ્તારોમાં પણ ટ્રેડીંગ કરવાનું હતુ.

સમગ્ર ભારતમાંથી આ સાયકલ ટ્રેક્રીંગ પ્રોગ્રામમાં કેવળ રર વ્યકિતઓએ જ ભાગ લીધો હતો. પરંતુ રાજકોટ માટે એ ગૌરવની વાત બની રહી કે આ રર વ્યકિતઓમાંથી ૬ તો રાજકોટના હતા. તેમા પણ ત્રણ તો ૬૦ વર્ષથી ઉપરની વયના હતા.

યુથ હોસ્ટેલ કંડલ યુનિટના મહેશ જોશીના માર્ગદર્શ હેઠળ ભાગ લેનારી આ છ વ્યકિતઓ માંહેના પુરા ૬૬ વર્ષની વયના ચંદ્રકાંતભાઇ પાંચાણીએ ગ્રુપના ડેપ્યુટી લીડર તરીકે નેતૃત્વ પુરૂ ં પાડયું હતુ.

સાયકલ પર અજાથ્યા પ્રદેશમાં પ્રવાસ ખેડવાનું કામ સ્વાભાવિક રીતે જ આસાન નથી હોતુઁ. તેમાં નકકી કરવામાં આવેલ અંતર રોજે રોજ ફરજીયાત રીતે કાપી નીર્ધારીત સમયે જે તે મુકામે પહોંચીને વળી બીજા દિવસની સવારે નિરધારીત સમયે પ્રવાસ માટે પ્રયાણ આરંભી દેવાનું હોય છે. તેમાં પણ રેતાળ વિસ્તારમાં ટ્રેકીંૅગ કરવું ખાસ્સુ કઠીન બની રહેતું હોય છે. આવી અનેક બાબતો માટે સજજતા કેળવવા અગાઉથી જ પ્રેકટીસ કરવી પડતી હોય છે.

આ ટ્રેકીંગ પ્રોગ્રામની જાણ થઇ ત્યારે રાજકોટના ચંદ્રકાંત પાંચાણીએ તે માટે બીડુ ઝડપી લીધું. આ ટ્રેડીંગ માટે સજજ થવા તેમની સાથે જ ૫૮ વર્ષના વિક્રમસિંહ જાડેજા, ૬૫ વર્ષના જોશી ભરતભાઇ, ૬૧ વર્ષના ઘનશ્યામસિંહ ચુડાસમા, ૩૨ વર્ષના દેત્રોજા કુંજન અને ૪૫ વર્ષના વિજય માણાવદરીયા મહીનાઓ સુધી સાયકલીંગ પ્રેકટીસ કરતા રહ્યા. ખાસ કરીને સીનીયર સીટીઝન માટે આ બાબત ખાસ્સી કઠીન બની રહે તેવી ગણાય. પરંતુ લાંબા સમયની સમજપૂર્વકની તૈયારીઓ બાદ આ કાર્ય સંભવ બન્યું.

કેમ્પના પ્રથમ દિવસે ગોવાના ડોના પોલાથી ૧૫ કિ.મી. દરિયાઇ સફર ખેડીને ર્માા ગોવા પહોંચવાનું હતુ. ત્યાર બાદ બીજા દિવસે ૨૭ કિ.મી. નું ટ્રેકીંગ રેતાળ બીચ વિસ્તાર પર હતુ. ત્યાર બાદ રોજ ૪૫ કિ.મી. એક દિવસ ૬૫ કિ.મી.નું ટ્રેકીંગ જંગલના વિસ્તારોમાં ડામરની કેડી પર કરવાનું હતુ.

રાજકોટના આ છએ જવામર્દોએ આ વિકટ ટ્રેડીંગમાં સફળતા પૂર્વક પાર ઉતરી લોકો માટે એક પ્રેરણાદાયક ચીલો પાડયો છે. સહુને અપાર અભિનંદન..

(11:41 am IST)