Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'હરિવંદના કોલેજના' વિદ્યાર્થીઓ અધિકાર આયોગની મુલાકાતે

 રાજકોટઃ હરિવંદના કોલેજના લો ડિપાર્ટમેન્ટ દ્વારા એક દિવસીય શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું પ્રવાસમાં ગાંધીનગર ખાતેના રાજય માનવ અધિકાર આયોગની મુલાકાત લેવામાં આવ્યું. પ્રવાસમાં ગાંધીનગર ખાતેના રાજયના માનવ અધિકાર આયોગની મુલાકાત લેવામાં આવી. અહીં રજીસ્ટ્રાર પંડયા ઓનરેબલ મેમ્ર શાહ ત્થા અન્ય સ્ટાફ ત્થા વિદ્યાર્થીઓનું દ્વારા ઉષ્માભર્યું મસ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને રાજય માનવ અધિકાર આયોગની કામગીરી, સુઓ મોટો એકશન વિ. અંગે માહિતગાર કરવામાં આવ્યા આયોગ દ્વારા કોલેજને આ અંગેનું સ્ટડી મટીરીયલ પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓને ગલાંધીનગર ખાતેની ફોરેન્સીક સાઇન્સ યુનિવર્સિટી ગયા અહીં તેમને જુદી-જુદી લેબમાં લઇ જઇ કઇ રીતે કોર્ટને કે પોલીસને પુરાવામાં મદદરૂપ થઇ શકાય તે અંગેની પ્રેકટીકલ માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને રસપ્રદ હતી. પ્રવાસનું આયોજન લો ડિપાર્ટમેન્ટ હેડ ડો. પૂર્વી સોનેજી ત્થા પ્રો. હિરેન પ્રો. પલ્લવીબેન ત્થા પ્રો. દેવજી ત્થા એડમીન સ્ટાફ હર્ષદભાઇ ગોંડલીયાના સહકાર સાથે કરવામાં આવ્યું હતું.

(11:21 am IST)