Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શુક્રવારે એન્ટોપ સલુન એન્ડ બ્યુટી કેરના નવા સોપાનનો પ્રારંભ

'અકિલા' કાર્યાલયે ઠાકરશીભાઇ વાઘેલા, દિપકભાઇ વાઘેલા, ધર્મેશભાઇ વાઘેલા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

રાજકોટ તા. ૧૭ :.. છેલ્લા ર૬ વર્ષથી હેર સલુન ક્ષેત્રે નામના ધરાવનાર પ્રખ્યાત 'એન્ટોપ સલુન એન્ડ બ્યુટી કેર' ના નવા સોપાનનો તા. ૧૯ ને શુક્રવારે પ્રારંભ થશે.

ઠાકરશીભાઇ વાઘેલા, દિપકભાઇ વાઘેલા, ધર્મેશભાઇ વાઘેલા, રસિકભાઇ વાઘેલા દ્વારા 'રાજીપો' ૩-રઘુનંદન પાર્ક, એરપોર્ટ ફાટક સામે, રાજકૃતિ એપાર્ટમેન્ટની પાછળ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે સવારે ૯ વાગ્યાથી નવા સોપાનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

વ્યવસાયિક વિકાસ યાત્રામાં સૌને ઉપસ્થિત રહેવા ઠાકરશીભાઇ વાઘેલા, દિપકભાઇ વાઘેલા, ધર્મેશભાઇ વાઘેલા, રસિકભાઇ વાઘેલા (મો. નં.૯૮૭૯૪ ૯૩૩ર૧) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

 

(10:01 am IST)