Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કામગીરીમાં ગંભીર બેદરકારી સબબ વોર્ડ નં.૩ના સેનેટરી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

            રાજકોટતા.16,: મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં – ૦૩ના સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા શ્રી રમેશભાઈ જે. પરમારને તેઓની કામગીરીમાં ગંભીર બેદરકારી સબબ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

            શ્રી રમેશભાઈ પરમારને તેઓની ફરજમાં અનિયમિતતા, વોર્ડ વિસ્તારમાંથી રજુ થતી ફરિયાદોના નિકાલમાં કરવામાં લાપરવાહી બાબતે નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી તથા પર્યાવરણ ઈજનેરશ્રીની વારંવારની સુચના તથા તાકીદ કરવા છતા તેઓની કામગીરીમાં સુધારો ન જણાતા, મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા આજરોજ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે

(6:42 pm IST)