Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રજપૂત ફાઉન્ડેશન દ્વારા ચોપડા વિતરણ

 સોરઠીયા રજપુત યુવા ભાઇ બહેનોના સાથ સહકારથી રજપુત યુથ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના કાર્યાલય ખાતેથી વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ હતુ. કલબ પરિવારના સહયોગથી ૪૦ બાળકોને આવા ચોપડા નિઃશુલ્ક અપાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રજપૂત યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ભાર્ગવ પઢીયારના માર્ગદર્શન હેઠળ વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ, ગૌરવ ચૌહાણ, વિરલ રાઠોડ, મિલન પરમાર, વિપુલ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)