Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને બ્રહ્મસમાજ, ક્ષત્રિય, પાટીદાર રેવન્યુ બારનું સમર્થન

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ બાર એસો.ની આવતીકાલ તા. ૧૭ મીએ યોજાયેલ ચૂંટણી પૂર્વે પોતાના ઉમેદવારો વચચે તીવ્ર સ્પર્ધા જામીન છે. ત્યારે સમરસ પેનલના ટેકામાં બ્રહ્મ સમાજના વકીલો, તેમજ રેવન્યુ બાર એસો.ની મળેલ બેઠકમાં સમરસ પેનલને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યાં હતો.

સમરસ પેનલના ટેકામાં મળેલ બ્ર હ્મ એડવોકેટની મીટીંગ

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજની મીટીંગ મળેલ અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલ. આ મીટીંગમાં બ્રહ્મ સમાજના તમામ હાજર રહેલ વકીલોએ સમરસ પેનલના હોદ્દેદારોને સમર્થન આપવાનું જાહેર કરેલ.

બ્રહ્મ સમાજના અગ્રણી અંશભાઇ ભારદ્વાજ જણાવેલ કે સમરસ પેનલ સાથે બ્રહ્મ વકીલો હોય સમરસ પેનલની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સમરસ પેનલ માટે જણાવેલ કે, સમરસ પેનલની જીત એ જ અભયભાઇ ભારદ્વાજની સાચી શ્રધ્ધાંજલી ભવિષ્યમાં પણ સમરસ પેનલના તમામ ચૂંટાયેલા પ્રતિનિધી વકીલોના સુખે-સુખ અને દુખે-દુખ હશે.

બ્રહ્મસમાજના બ્રહ્મ વકીલ અગ્રણી અને બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસે જણાવેલ કે, બ્રાહ્મણ વકીલની એકતા દેખાડવાનો મોકો આવી ગયેલ છે અને ધારદાર વ્યકતવ્યમાં જણાવેલ કે, લીગલ સેલ તેમજ સમરસ પેનલ હંમેશા વકીલ હિતની દિશા તરફ કાર્યરત રહેલ છે, સમરસ પેનલનો વિજય એ ખરા અર્થમાં વકીલોનો વિજય હશે. તેમણે તમામ વકીલોને એકજુથ થઇ સમરસ પેનલને વિજયી બનાવવા હુંકાર કરી હાકલ કરેલ.

આ કાર્યક્રમની શરૂઆત હિતશ એચ. દવેએ ઉમેદવારોનો  ટુંકો પરિચય આપીને કરેલ તેમજ આ કાર્યક્રમની આભાર વિધિ પ્રતિક ડી. રાજયગુરૂએ કરેલ. આ કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ કોર્પોરેટર શ્રી નેહલભાઇ શુકલ, નાગરીક બેંકના ડીરેકટર માધવભાઇ દવેએ શુભેચ્છા પાઠવેલ.

બ્રહ્મ સમાજના તમામ વકીલશ્રીઓએ સમરસ પેનલમાં લડવા પ્રમુખશ્રી  અમીતભાઇ ભગત (ક્રમ નં.૧), ઉપપ્રમુખશ્રી સિધ્ધરાજસિંહ જાડેજા (ક્રમ નં.૧), સેક્રેટરી દિલીપ મહેતા (ક્રમ નં.૧), જોઇન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા (ક્રમ નં.ર), ટ્રેઝરર જીતેન્દ્ર પારેખ (ક્રમ નં.ર), લાઇબ્રેરી સેક્રેટરી સુમીત વોરા (ક્રમ નં.ર), કારોબારી મહિલા અનામત હીરલબન જોષી (ક્રમ નં.૧), તથા કારોબારી સભ્યો નૃપેન ભાવસાર (ક્રમ નં.૩), સરજુદાસ દુધરેજીયા (ક્રમ નં.૧૧), કેતન મંડ (ક્રમ નં.ર૦), મનીષકુમાર પંડયા (ક્રમ નં.ર૩), નૈમીષ પટેલ (ક્રમ નં.ર૪), અજય પીપળીયા (ક્રમ નં. રપ), કિશન રાજાણી (ક્રમ નં. ર૭), વિવેક સાતા (ભુદેવ) (ક્રમ નં. ર૮), કિશન વાલ્વા (ક્રમ નં. ૩ર) ને જીતાડવા સમર્થન આપવાનું નકકી કરેલ છે.

આ કાર્યક્રમમાં બ્રહ્મ વકીલશ્રીઓમાં પ્રદેશલીગલ સેલના કારોબારી સભ્ય હિતેશભાઇ દવે, સીનીયર ધારાશાસ્ત્રી જયદેવભાઇ શુકલ, ગીરીશભાઇ ભટ્ટ, યોગેશભાઇ રાજયગુરૂ, ઉદયભાઇ દવે, કલેઇમ બારના પ્રમુખ રાજેશભાઇ મહેતા, અતુલભાઇ જોષી, સમીરભાઇ ખીરા, હસમુખભાઇ જોષી, અતુલભાઇ મહેતા, વિરેન વ્યાસ, સાગર રાજયગુરૂ વિગેરે બહોળી સંખ્યામં બ્રહમ વકીલ મિત્રો મીટીંગમાં હાજર રહેલા તેમજ મહિલા વકીલ સ્મીતાબેન અત્રી, અમૃતાબેન ભારદ્વાજ, હિનાબેન દવે, બીનલબેન મહેતા, હિનાબેન મહેતા, અલ્કાબેન પંડયા વિગેરે હાજર રહેલા.

ક્ષત્રિય સમાજ સંમેલનમાં સમરસ પેનલનું સમર્થન

આજરોજ આગામી રાજકોટ બારની ચૂંટણી અનુલક્ષીને રાજકોટના ક્ષત્રિય સમાજના એડવોકેટશ્રીઓ દ્વારા રાજકોટની સમરસ પેનલના સમર્થનમાં સંમેલન કરી સમરસ પેનલના તમામ હોદેદારો તથા કારોબારીને જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપેલ હતો.

આ સંમેલનમાં ક્રિમીનલ બારના નવનિયુકત કન્વીનર હિતેન્દ્રસિંહ જાડેજા તથા સેક્રેટરી જયેન્દ્રસિંહ રાણા તેમજ ગ્રામીણ વિકાસ બેંકમા ઉપપ્રમુખ તરીકે વરણાયેલા રામદેવસિંહ ઝાલાનું પણ સન્માન કરવામાં આવેલ.

ઉપરોકત સંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ એડવોકેટશ્રીઓ હાજર થયેલ છે. સંમેલનમાં જયેન્દ્રસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ગોહીલ, અશોકસિંહ વાઘેલા, પ્રકાશસિંહ ગોહિલ, રૂપરાજસિંહ પરમાર, રામદેવસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિગુભા ઝાલા, શીવરાજસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, મેઘરાજસિંહ ચુડાસમા, પ્રહલાદસિંહ જાડેજા, એચ.એલ. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, હરદીપસિંહ રાણા, જીતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ગોહિલ, બહાદુરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, એમ.કે. જાડેજા તેમજ બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના એડવોકેટશ્રીઓ હાજર રહેલ હતા.

સમરસ પેનલને પાટીદાર સમાજે આપેલ સમર્થન

રાજકોટ શહેરમાં આવતીકાલે બાર એસો.ની ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે પૂર્વ સંધ્યાએ સમરસ પેનલના પાટીદાર વકીલોના સમર્થનમાં સાડા પાંચસોથી વધારે પટેલ વકીલભાઈ બહેનો હાજર રહેલ અને આ મીટીંગમાં સમરસ પેનલના બાર કાઉન્સીલના મેમ્બર દિલીપભાઈ પટેલ, જો. સેક્રેટરીના ઉમેદવાર ધર્મેશભાઈ સખીયા, લાયબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા, કારોબારી અજય પીપળીયા તથા નૈમિષ પટેલે તેમને અને તેમની પેનલને જીતાડવા અપીલ કરેલ હતી.

સમરસ પેનલના ઉમેદવારે પ્રમુખ અમીત ભગત, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી દિલીપ મહેતા, ખજાનચી જીતેન્દ્ર પારેખ તથા કારોબારી મેમ્બર નૃપેન ભાવસાર, સરજુદાસ દુધરેજીયા, કેતન મંડ, કિશન રાજાણી, વિવેક સાતા, કિશન વાલ્વાના સમર્થનમાં મતદાન કરવા સાડા છસ્સોથી વધુ વકીલોએ સમર્થન આપેલ હતું.

રેવન્યુ બાર એસો.નો સમરસ પેનલને સમર્થન

આગામી તા. ૧૭-૧૨-૨૦૨૧ના રાજકોટ બાર એસો.ની કોરોનાકાળ પછી ઘણા લાંબા સમય બાદ યોજાતી પ્રતિષ્ઠા સમી વકીલોની ચૂંટણીમાં બે પેનલો સામ સામે લડી રહી છે ત્યારે બન્ને પેનલો આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સમરસ પેનલને પ્રતિષ્ઠીત રાજકોટ રેવન્યુ બાર એસો.ને ટેકો જાહેર કરેલ છે અને સમરસ પેનલને જંગી લીડથી જીતાડવા માટે રાજકોટ રેવન્યુ બાર એસો.ના હોદેદારો તથા સભ્યો મેદાને પડી ગયેલ છે અને સમરસ પેનલના ઉમેદવારોમાં પ્રમુખ તરીકે અમીતભાઇ ભગત, ઉપપ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે દિલીપભાઇ મહેતા, જોઇન્ટ સેક્રેટરી તરીકે ધર્મેશભાઇ સખીયા, ટ્રેઝરર તરીકે જીતેન્દ્રભાઇ પારેખ તથા લાઇબ્રેરી સેક્રેટરી તરીકે સુમીતભાઇ વોરા એ ઉમેદવારી નોંધાવેલ છે તથા કારોબારી સભ્યો નૃપેનભાઇ ભાવસાર, સરજુદાસ દુધરેજીયા, કેતનભાઇ મંડ, મનીષભાઇ પંડયા, નૈમિષભાઇ પટેલ, અજયભાઇ પીપળીયા, કિશનભાઇ રાજાણી, વિવેકભાઇ સાતા તથા કિશનભાઇ વાલવાને જંગી લીડથી જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને સમરસ પેનલના ઉમેદવારો સાથે રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી. એચ. પટેલ, ઉપપ્રમુખ એન. વી. પટેલ, નલીનભાઇ આહયા, સેક્રેટરી ડી. ડી. મહેતા, જોઇન્ટ સેક્રેટરી વિરેનભાઇ વ્યાસ, ટ્રેઝરર જયેશભાઇ બોઘરા, સંગઠન મંત્રી આનંદભાઇ પરમાર, સહસંગઠન મંત્રી દિવ્યેશભાઇ છગ, મીડીયા ઇન્ચાર્જ શ્યામભાઇ પરમાર તથા કારોબારી સભ્યો એન્જલ સરધારા, મહેશભાઇ ચાવડા, વિજયભાઇ રૈયાણી, રાજેશભાઇ નસીત, સત્યેનભાઇ ચાંગેલા સહિતની ટીમ વકિલોની ઓફિસે એટલે કે, ડોર ટુ ડોર રૂબરૂ મળી સમરસ પેનલને ઐતિહાસીક લીડથી જીતાડવા સંપર્ક કરી રહી છે઼ અને સાથે સાથે મીટીંગોના દોર ચલાવી રહ્યા છે અને ઐતિહાસીક લીડની પ્રતિજ્ઞા સાથે તમામ રેવન્યુ બારના સભ્યો, ઇલેકટ્રોનિક મીડીયા, સોશ્યલ મીડીયા, પત્રિકા વિગેરે માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે તેથી વકિલ આલમમાં સમરસ પેનલની જંગી લીડથી જીત માટે રાજકોટ રેવન્યુ બાર એસો.એ સમર્થન જાહેર કરેલ છે.ે 

(3:24 pm IST)