Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આજે 'વિજય દિવસ'ની ઉજવણી કરતા કોંગી આગેવાનો : વીર જવાનોને પુષ્પાંજલી

૧૬ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાનના બે ભાગલા પાડી પાકિસ્તાનની ભૂગોળ બદલી નાખી હતી - અશોક ડાંગરઙ્ગઃ આ યુદ્ઘ ના બે

સેનાનીઓ જનરલ માણેક શા તથા લેફટેનન્ટ જગજીત સિંઘ અરોરાની ભૂમિકા અવિસ્મરણીય રહી હતી - પ્રદીપભાઈ ત્રિવેદી

રાજકોટ તા. ૧૬ : અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા છેલ્લાં એક વર્ષથી બાંગ્લાદેશ લિબ્રેશન વોર – ૧૯૭૧ ની ૫૦મી વર્ષગાંઠની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે. સને ૧૯૭૧માં ભારત દ્વારા તત્કાલીન વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પાકિસ્તાન સામે યુદ્ઘ કરી બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં આવી હતી. ૧૩-દિવસીય લશ્કરી સંઘર્ષ ઈતિહાસના સૌથી ટૂંકા યુદ્ઘોમાંનું એક છે. તે ભારત માટે નિર્ણાયક જીત સાથે સમાપ્ત થયું અને બાંગ્લાદેશની રચના તરફ દોરી ગયું. જેને બાંગ્લાદેશ મુકિત યુદ્ઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશની સ્વત્રંતતા માટે લડાયેલા આ ઐતિહાસિક યુદ્ઘને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.ઇન્દિરા ગાંધીજી તથા બાંગ્લાદેશ લિબ્રેશન વોર – ૧૯૭૧ના વીર જવાનોને શ્રદ્ઘાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, મનસુખભાઈ કાલરીયા, વોર્ડ પ્રમુખ શૈલેશભાઈ સાકરિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, જગદીશભાઈ ડોડીયા, નરેશભાઈ પરમાર, ફ્રન્ટલ સેલ આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટરો દિલીપભાઈ આશવાણી, કોંગ્રેસ આગેવાનો ગોવિંદભાઈ સભાયા, દીપકભાઈ ભાટિયા, ગોપાલભાઈ મારવી, જલ્પેશ કલોલા, શ્યામ બારોટ, હરેશભાઈ સોજીત્રા, હિતેશભાઈ માંકડિયા, પ્રકાશભાઈ સોલંકી, નીતિનભાઈ પાચાણી, વિરલ ભટ્ટ,હર્ષ બરવાડીયા અને શાંતાબેન મકવાણા સહિતના આગેવાનો કાર્યકરો ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.(

(3:20 pm IST)