Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વેકરીયા પરિવાર દ્વારા સ્નેહમીલન, રકતદાન કેમ્પ, વિશેષ સન્માન સમારોહ

રાજકોટમાં વસતા લેઉવા પટેલ સમાજના : માજી સાંસદ શિવલાલભાઈ, નાનજીભાઈ અને રમેશભાઈનું વિશીષ્ટ સન્માન

રાજકોટ,તા.૧૬: આગામી તા.૯ જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરમાં વસતા લેઉવા પટેલ સમાજના વેકરીયા પરિવારનું અંદાજે ૩૫૦૦ પરિવારનું એક મહા સ્નેહમિલન મવડી ગામના પાળ રોડ ઉપર આવેલ જય સરદાર પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ અંતર્ગત વેકરીયા પરિવારના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને સરકારમાં રહીને તેમજ સમાજની વચ્ચે રહીને સમાજસેવા કરતાં વેકરીયા પરિવારના કર્મચારીઓનું સન્માન કરવામાં આવનાર છે તથા રકતદાન કેમ્પમાં થેલેસિમિયા, કેન્સર જેવા જરૂરિયાત વાળા દર્દીઓને અર્પણ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં માજી સાંસદ શિવલાલભાઈ વેકરીયા તથા જુનાગઢના માજી સાંસદ નાનજીભાઈ વેકરીયાની આજીવન સમાજ સેવાઓના વિશેષ બહુમાન કરવાના ભાગરૂપે બંનેની રકતતુલલા કરવામાં આવશે.

આ સાથે જય સરદાર યુવા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી રમેશભાઈ વેકરીયા કે જેઓ બાપુનગર મુકિતધામનું છેલ્લા ૭ વર્ષથી સંચાલન કરે છે. તેમજ ગુરૂ પ્રસાદ ચોક અને બેકબોનના ૪ મ્યુ.કોર્પો.ના એબ્યુલન્સ, ૨ સબવાહિની, એક દીકરી અને એક દીકરાને આજીવન દત્તક લીધા છે. તેઓનું પણ સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ, આશીષભાઈ, અલ્પેશભાઈ, અશોકભાઈ, અભિષેકભાઈ તેમજ સંદીપભાઈ જહેમત ઉઠાવી રહયા છે.

વોર્ડ વાઈઝ નામ નોંધાવા માટે વોર્ડ નં.૧,૨,૩ આશિષભાઈ મો.૯૦૩૩૯ ૭૧૫૦૮, અલ્પેશભાઈ મો.૯૩૨૮૯ ૯૯૦૯૯, વોર્ડનં.૪,૫,૬ અભિષેકભાઈ મો.૯૦૯૯૩ ૦૮૦૧૨, વોર્ડનં.૭, ૮,૧૩,૧૪, ૧૫ રમેશભાઈ મો.૯૭૨૩૫ ૩૩૦૨૧, અશોકભાઈ મો.૯૪૨૮૦ ૩૬૧૦૩, વોર્ડ નં.૯,૧૦  સાગરભાઈ મો.૯૭૨૨૩ ૩૩૭૮૯, વોર્ડનં.૧૧,૧૨ અશ્વિનભાઈ મો.૯૯૭૯૯ ૩૦૯૧૨, વોર્ડનં.૧૬,૧૭,૧૮ મયુરભાઈ મો.૮૪૦૧૨ ૮૪૦૯૯, દિનેશભાઈ મો.૯૫૮૬૪ ૯૫૦૩૯, જગદીશભાઈ મો.૯૯૨૫૬ ૫૮૮૫૩ તેમજ રાજકોટ (લેઉવા પટેલ) વેકરીયા પરિવારની કોર કમિટી રમેશભાઈ મો.૯૭૨૩૫ ૩૩૦૨૧, આશીષભાઈ મો.૯૦૩૩૯ ૭૧૫૦૮, અલ્પેશ વેકરીયા મો.૯૩૨૮૩ ૯૯૦૯૯, અભિષેકભાઈ મો.૯૦૯૯૩ ૦૮૦૧૨, સંદીપભાઈ મો.૯૯૨૫૧ ૮૮૬૮૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(

(3:17 pm IST)