Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બાર એસો.ની ચુંટણીમાં જીનીયસ પેનલને અનુસુચિત જાતિના વકીલોએ આપેલ ટેકો

રાજકોટ તા. ૧૬: હાલ રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીનો જંગ જામી રહ્યો છે. ત્યારે સૌ કોઇ મતદારો, સામાજીક ગૃપો, સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયલેલ વકિલશ્રીઓ પોત-પોતાની પસંદગીના ઉમેદવારો તથા પસંદગીની પેનલના ઉમેદવારોને સમર્થન આપી-અપાવી રહ્યા છે ત્યારે અનુસુચિત જાતિ સમાજના વકિલશ્રીઓ અશ્વિન મહાલિયા, ભરત હિરાણી, પ્રવિણ વી. સોલંકી, અશોક ડાંગર, દિપક બથવાર, આર. કે. પરમાર, રાજેશ ચાવડા, ડી. બી. બગડા વિગેરે લોકો જીનીયસ પેનલ સાથે જોડાયેલા છે અને આ લોકોએ પોત-પોતાની સાથે જોડાયેલ અનુસુચિત જાતિના મતદારોને જીનીયસ પેનલમાં વોટીંગ કરી જીનીયસ પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરેલ છે.

આ સમર્થનમાં ભરત પી. હિરાણી, પ્રવિણ વી. સોલંકી, અશ્વિન મહાલિયા, નાનજીભાઇ ખીમસુરીયા, વિપુલ સોંદરવા, અશોક ડાંગર, રાજેશ ચાવડા, ડી. બી. બગડા, તેમના સમર્થકો સાથે અપીલ કરી રહ્યા છે. 

(3:16 pm IST)