Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

લોહાનગર રેલ્વેના પાટા પાસે તીનપતીનો જુગાર રમતા મહિલા સહિત ૩ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : ઇમ્તીયાઝ સોરાની શોધખોળ

રાજકોટ,તા.૧૬ : શહેરના લોહાનગર રેલ્વેના પાટા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ લોહાનગર રેલવેના પાટા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત તથા જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા લોહાનગર રેલવેના પાટા પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સોરઠીયા પ્લોટ શેરી નં. ૩ના દિપક જીવાભાઇ મકવાણા (ઉવ.૩૫) જસદણ વાજસુરપરા શેરી નં. ૧૫ના જયંતી જાદવભાઇ બાવળીયા (ઉવ.૪૯) અને રામનાથની રીના ઉર્ફે જાડી વિનોદભાઇ કડેવાર (ઉવ.૩૫)ને પકડી લઇ રોકડ તથા મોબાઇલ મળી રૂ. ૧૧,૦૦૦ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, જયદીપસિંહ, સ્નેહભાઇ તથા ગાયત્રીબા ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.

(3:11 pm IST)