Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રોકાણ કેવી રીતે કરવું, વિલ કયારે બનાવવું: દક્ષેશ કોઠારીનું રવિવારે વકતવ્ય

આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા

 રાજકોટઃ આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. દ્વારા “NEW AGE INVETSMENT OPPORTUNITIES  AND ESTATE & TAX PLANNIG TROUGH WILLs” વિષય પર જાણીતા ટેકસ એન્ડ ફાઈનાન્સીઅલ કન્સલ્ટન્ટ અને આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. એમ. ડી. અને સી. ઈ. ઓ.  શ્રી દક્ષેશભાઈ કોઠારી નું ગુજરાતીમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું રાજકોટ એન્જીનીયરીંગ એસો. હોલ રાજકોટ ખાતે તા.૧૯ ને, રવિવારે, સવારે ૧૦.૩૦ કલાકે  આયોજન કરવામાં આવેલ છે.

 આ કાર્યક્રમના વકતા શ્રી દક્ષેશભાઈ કોઠારીએ છેલ્લા ૧૫ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન -રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે છેલ્લા ૫ વર્ષથી ઈન્કમ ટેકસ તથા રોકાણનું આયોજન અને વારસાઈ હક્ક અંગેનું આયોજન જેવા અનેકવિધ વિષયો પર રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્યાબંધ સેમિનારોને સંબોધિત કરેલ છે.

 આ સેમિનારમાં મુખ્યત્વે મુદ્દાઓ વિષે માહિતી આપવામાં આવશે.  (૧) વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી ને લીધે રોકાણ કરવા માટેના વિવિધ વિકલ્પો આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યા છે તેના ભાગરૂપે  વિશ્વના ખુબજ વિકસિત ગણાતા યુ.એસ.એ.ના શેરબજારના ગુગલ, ટેસ્લા, અમેઝોન, ફેસબુક, એપલ, માઈક્રોસોફ્ટ, નેટફ્લીકસ જેવી નામાંકિત કંપનીઓના શેરમાં ભારતમાંથી રોકાણ કરી વૈશ્વિક બજારમાં રહેલી તકોનો લાભ કઈ રીતે લઇ શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે. 

 (૨) કસ્ટમાઇઝ પોર્ટફોલીઓ મેંનેજમેન્ટ સર્વિસીઝ (પી.એમ.એસ.) જેમાં રોકાણકારના પસંદગી અનુસારના શેરમાં કઈ રીતે રોકાણ કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે.

 (૩) એડવાઈઝરી સ્ટોક પોર્ટફોલીઓ એ એબેક્કુસ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અને નાર્નોલિયા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ જેવા પ્રતિષ્ઠિત રોકાણ સલાહકાર દ્વારા ઓફર કરવામાં આવતા ઇકિવટી સ્ટોક પોર્ટફોલિયો છે જેમાં દેશના શ્રેષ્ઠ અને સફળ ફંડ મેનેજરો દ્વારા રોકાણ ની સલાહ આપવામાં આવે છે જેમાં રોકાણ કઈ રીતે કરી શકાય, રોકાણ માટેની ન્યુંનતમ મર્યાદા કેટલી હોય તે અંગેની માહિતી આપવામાં આવશે.

 (૪) ઘણીવાર આઈ.પી.ઓ. ની અરજીમાં અપેક્ષા મુજબનું અલોટમેન્ટ આવતું હોતું નથી તેવા સંજોગોમાં આઇપીઓ પહેલા ટોચની ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ સ્ટોકસમાં રોકાણ કરવામાં આવે તો તેના પર સારું વળતર મળી શકે છે. આ ટોચની ભારતની કંપનીઓમાં રિલાયન્સ, તાતા, એચડીફસી જેવી નામાંકિત કંપનીઓનો સમાવેશ થાય છે જેમાં રોકાણ કરવા અંગેની માહિતી આપવામાં આવશે.

 (૫) વિલ કયારે બનાવવું જોઈએ , વિલ બનાવવું શા માટે જરૂરી છે, વિલ ની સમિક્ષા ક્યારે કરવી જોઈએ, વિલ બનાવતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા વિલ બનાવતા સમયે કુટુંબના બધા સભ્યોની આવક ને ધ્યાનમાં રાખી અસરકારક ટેક્ષનું આયોજન કેવી રીતે કરવું જોઈએ તેમજ વારસાઈમાં મળેલી મિલકતોનું ટેકસ પ્લાનિંગ જેવી વિવિધ બાબતોની માહિતી આપવામાં આવશે.

  આ પ્રેઝન્ટેશનમાં રજીસ્ટ્રેશન માટે મોં. ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:10 pm IST)