Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગાંધીગ્રામનો તુષાર મવડી રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો પકડાયો

માલવીયાનગરની ટીમે પકડી રોકડ-મોબાઇલ કબ્જે લીધા

રાજકોટ તા. ૧૬: ગાંધીગ્રામ એસકે ચોક શેરી નં. ૩-બીમાં રહેતાં તુષાર અશોકભાઇ વાઘેલા (ઉ.૨૪)ને મવડી રોડ આનંદ બંગલા ચોક પાસેથી ઓસ્ટ્રેલિયામાં ચાલતી બીગ બેશ ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોનમાં આઇડી પર ઓનલાઇન સટ્ટો રમતો હોઇ માલવીયાનગર પોલીસે પકડી લીધો હતો.

કોન્સ. અંકિત નિમાવત અને રોહિત કછોટની બાતમી પરથી પીઆઇ જે.વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. તુષાર પાસેથી રૂ. ૧૯૦૦ રોકડા અને ૧૦ હજારનો મોબાઇલ ફોન કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:03 pm IST)