Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગોંડલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : છાપરા - ઓટલા તોડી નાખ્યા

સૂર્યકાંત હોટલ, આકાંક્ષા કોમ્પલેક્ષ, મારૂતિ નેક્ષા, આર્થિક ભવન કોમ્પ્લેક્ષ, પાઇનવીટા હોટલ, રાઠોડ ચેમ્બર, કલાસીક કાર ડેકોર, બોમ્બે પેટ્રોલ પમ્પ સહિત ૧૦ સ્થળોએ માર્જીન - પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવતો ટાઉન પ્લાનીંગ વિભાગ

રાજકોટ તા. ૧૬ : કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેરમાર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને ઉકેલવા કમિશનર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા. ૧૬ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૭માં સમાવિષ્ટ ગોંડલ રોડ પર માલવિયા ચોકથી મક્કમ ચોક સુધીના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો - ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે કુલ ૧૦ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૧૩૪૭૬ ચો. ફૂટ પાર્કિંગ - રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે તેમજ ૧ ચાલુ બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ હતી.

આ અંગે ટી.પી. વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૭ માં સમાવિષ્ટ ગોંડલ રોડ પર માલવિયા ચોકથી મક્કમ ચોક સુધીના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૦ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૧૩૪૭૬ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે તેમજ ૧ (એક) ચાલુ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ છે.

જેમાં (૧) કલાસિક કાર ડેકોર-પાર્કિંગ/રોડને નડતરરૂપ ઓટો દુર કરવામાં આવેલ છે. (૨) સૂર્યકાંત હોટેલ-રોડ ઉપર લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૩) આશ્રય ઓટો-રોડ ઉપર લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૪) આકાંક્ષા કોમ્પ્લેક્ષ-પાર્કિંગને નડતરરૂપ લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૫) ધરતી હોન્ડા-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે. (૬) મારૂતિ નેક્ષા-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે. (૭) આર્થીક ભવન કોમ્પ્લેક્ષ-પાર્કિંગને નડતરરૂપ લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૮) બોમ્બે પેટ્રોલ પંપ-બોર્ડ દુર કરવામાં આવેલ છે. (૯) પાઈનવીટા હોટેલ-પાર્કિંગને નડતરરૂપ છાપરાનું દબાણ દુર કરવામાં આવેલ છે. અને (૧૦) રાઠોડ ચેમ્બર-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર સીટી એન્જીનિયર તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(2:53 pm IST)