Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટમાં કોરોના સંક્રમણનો વધારો ચિંતાજનક

ગઇ સાંજે કોરોનાના ૫ કેસ નોંધાતા દોડધામ

સુરતથી આવેલા ૨ સહિત ૫ ના રિપોર્ટ પોઝિટિવ : જંકશન પ્લોટ, જીવરાજ પાર્ક, ઓસ્કાર સિટી વિસ્તારમાં ફફડાટ : હાલમાં ૨૧ સારવાર હેઠળ : આજે બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટ તા.૧૫: શહેરમાં કોરોના કાબુમાં આવી ગયા બાદ ફરી માથુ ઉંચકયુ છે. દરરોજ કેસ નોંધાય રહ્યા છે. ગઇકાલે એક જ પરિવારમાં બે સભ્યોના સહિત કુલ પાંચ રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં '૦'  કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૯૦૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૨૩  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૦૯૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૪ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૦૯,૨૦૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૯૦૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૮૪  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૮ ટકા એ પહોંચ્યો છ

ગઇકાલે ૫ કેસ નોંધાયા

ગઇકાલે શહેરના જંકશન પ્લોટ, જીવરાજ પાર્ક, પાલ્મ યુનિવર્સ, ઓસ્કાર સિટીમાં કોરોના કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે . શહેરમાં આજે નોંધાયેલા ૫ માંથી ૩ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી . જયારે ૨ દર્દી સુરતથી પરત ફર્યા હતા. ચાર દર્દીઓએ વેકિસનના બન્ને ડોઝ લીધા છે. વોર્ડ નં. ૯ ના ઓસ્કાર સિટીમાં સુરતથી આવેલા ૫૪ વર્ષીય આધેડ અને ૫૨ વર્ષીય તેમના પત્ની સંક્રમિત થતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ જ વોર્ડના પાલ્મ યુનિવર્સ બિલ્ડીંગમાં સંક્રમિત થયેલા ૪૧ વર્ષીય પુરૂષ પણ કવોરન્ટાઈન થયા છે. વોર્ડ નં. ૧૧ ના જીવરાજ પાર્કમાં ૩૫ વર્ષીય યુવાન અને વોર્ડ નં. ૩ ના જંકશન પ્લોટમાં ૭૦ વર્ષીય વૃદ્ઘનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વૃદ્ઘએ વેકિસન નથી લીધી તે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટમાં નવા ૫ કેસ સામે ૨ દર્દી સાજા થયા બાદ હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:23 pm IST)