Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મોડીરાત્રે જામનગર રોડ પર માધાપર ગામના ગેટ નજીક અજાણી ગાડીએ અડફેટે લેતા બાઈક સવાર પોલીસમેનને ઇજા

જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પોલીસમેન નરેન્દ્રસિંહ મનુભા પરમારને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા : ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી

રાજકોટ : આજે મોડીરાત્રે જામનગર રોડ પર માધાપર ગામના ગેટ નજીક  અજાણી ગાડીએ અડફેટે લેતા બાઈક સવાર પોલીસમેનને ઇજા  પહોંચી છે

જાણવા મળ્યા મુજબ જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા પોલીસમેન નરેન્દ્રસિંહ મનુભા પરમારને અજાણ્યા વાહને અડફેટે લેતા ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા છે ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી  છે અજાણી ગાડીએ  સ્પ્લેન્ડર હોન્ડાને ઠોકર મારતા નરેન્દ્રસિંહ પરમારને ઇજા થતા 108 મારફતે હોસ્પિટલે ખસેડાયા છે

 

(10:46 pm IST)