Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટના રાવલનગર , જીવરાજપાર્ક , એ.જી.ચોક , નિવેદિતા સ્કુલ પાછળ , બીગ બઝાર તથા પંચવટી રોડ વિસ્તારમાં રહેતા 4 મહિલા અને ત્રણ પુરુષોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

2 દર્દીઓ જયપુર અને ઉજજૈનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે: 11 વર્ષીય બાળકી , 51 , 60 અને 40 વર્ષીય મહિલાઓ તેમજ 38 અને 27 વર્ષીય યુવાન અને 69 વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિત: છ દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે .

 રાજકોટ: શહેરમાં આજે કુલ 7 કેસ  નોંધાયા છે. જેમાં વોર્ડ નં .11 માં એક જ પરિવારના 38 વર્ષીય પુરુષ અને 11 વર્ષીય યુવતી, વોર્ડ નં .10 માં આવેલા રાવલનગરમાં રહેતા અને ઉજ્જૈનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, વોર્ડ નં .10 માં આવેલા એ.જી ચોક નજીક રહેતા અને જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 27 વર્ષીય યુવાન, વોર્ડ નં .10 માં આવેલ નિવેદિતા સ્કૂલ પાછળ રહેતા 51 વર્ષીય મહિલા, વોર્ડ નં .8 ના પંચવટી મેઈન રોડ પર રહેતા 40 વર્ષીય મહિલા, વોર્ડ નં .11માં બિગ બજાર સામેના વિસ્તરમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે.

 શહેરમાં હાલ 28 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 42,910 કેસ નોંધાયા છે .

(10:17 pm IST)