Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજકોટ એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ ગોઈંગ કાર્ગો સર્વિસ શરૂ કરાઇ

મોટાભાગે ઘરેણા અને સ્પેરપાર્ટસ સહિતની વસ્તુઓ મોકલાતી હોય છે :એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે સામાન મોકલવા માટેનો સમય નક્કી કરવાની તૈયારી

રાજકોટ :રાજકોટના  વેપારીઓ એ અમદાવાદ  સુધી માલ એમએટીઇ લાંબુ નહીં થવું  પડે.  રાજકોટ એરપોર્ટ  પર હવે આઉટબાઉન્ડ કાર્ગો સર્વિસ’ શરૂ કરવામાં એવીઆઇ છે. કોરોના મહામારી ના  એલઆઇડીએચઇ જોકે હવે આ સેવા ઉપર લાગેલી બ્રેક દૂર થઈ ગઈ છે અને રાજકોટ એરપોર્ટ પરથી જ કાર્ગો મારફતે માલ મોકલવાની સુવિધા શરૂ થઈ જતા લોકોનો સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

 

13 ડિસેમ્બરથી રાજકોટ એરપોર્ટ પરથી આઉટબાઉન્ડ કાર્ગો સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે અને પહેલાં જ દિવસે 400 કિલો જેટલો સામાન વિમાન મારફતે રવાના થઈ ચૂક્યો છે. આ સામાન પેક હોવાથી અમે તેને ખોલી શકતાં નથી. પરંતુ મોટાભાગે ઘરેણા અને સ્પેરપાર્ટસ સહિતની વસ્તુઓ મોકલવામાં આવતી હોય છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે સામાન મોકલવા માટેનો સમય નક્કી કરવાની તૈયારી ચાલી રહી છે.

 

મોટાભાગે રાત્રે 9 વાગ્યા સુધી કાર્ગોનું બુકિંગ લેવામાં આવે તેવી અત્યારે શક્યતા વર્તાઈ રહી છે. જોકે સત્તાવાર ટાઈમટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટ પરથી એર કાર્ગો સર્વિસ છેલ્લા સાત વર્ષથી ચાલી રહી છે. પરંતુ અહીંના વેપારીઓ કાર્ગો મારફતે સામાન મગાવી જ શકતા હતા, મોકલી શકતાં નહોતા. આથી ખાસ્સી મુશ્કેલી પડતી હતી.

(9:16 pm IST)