Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રાત્રે પોલીસ કમિશનર બંગલાથી રૂડા કચેરી રોડ પર રૂ, 1.50 લાખની લૂંટ : સનસનાટી ; પોલીસ ઘટના સ્થળે પહોંચી

બુકાનીધારી ત્રણ અજાણ્યા બાઇક સવાર લૂંટારૃઓએ એક્ટિવા ચાલક વિનુભાઈને પાટુ મારીને 1,50 લાખની લૂંટ ચલાવી ફરાર

 

રાજકોટ : આજે મોડીરાત્રે પોલીસ કમિશનર બંગલાથી રૂડા કચેરી રોડ પરથી 1,50 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો છે

અંગે મળતી વિગત મુજબ  બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્શો બાઈક પર આવીને એક્ટિવા સવાર વિનુભાઈને પાટુ મારીને પછાડી દઇને તેમની પાસેથી 1,50 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા

  ફરિયાદીના જણાવ્યા મુજબ ત્રણ શખ્શોએ મોઢે બુકાની બાંધી હતી ત્રણ પૈકી બે શખ્શો લાંબા હતા જયારે ત્રીજો બેઠીદડીનો હતો

પોલીસ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

(10:57 pm IST)